દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો
પ્રશ્ન – સંતાન પ્રાપ્તિ માટે શું કરવું.
- સ્ત્રી જાતકોએ ક્રીસ્ટલની માળા ધારણ કરવી.
- ઓમ ગૃહસ્થ સુખ સિદ્ધયે રુદ્રાય નમો નમઃ આ મંત્રની એક માળા કરવી. માળા કરતી વખતે એક તાંબા લોટામાં જળ ભરેલું રાખવું અને માળા પૂર્ણ થયા બાદ આ જળ પી જવું.
- પતિ તથા પત્ની બંને જાતકોએ આ ઉપાય કરવો.
- સંતાન ગોપાલ મંત્ર પણ દર બુધવારે કરી શકાય.
- નાડીદોષ હોય તો તેની વિધિ કરાવી તેનું નિવારણ કરવું.
તારીખ
|
6 સપ્ટેમ્બર, 2018 ગુરુવાર
|
માસ
|
શ્રાવણ વદ એકાદશી
|
નક્ષત્ર
|
પુનર્વસુ
|
યોગ
|
વરીયાન
|
ચંદ્ર રાશી
|
મિથુન (કછઘ), સવારે 9.46 પછી ચંદ્ર કર્ક રાશીમાં (ડ, હ)
|
- અજાએકાદશી
- આજથી પર્યુષણપર્વનો પણ શુભારંભ થઈ જશે.
- સિદ્ધિયોગ સૂર્યોદયથી બપોરે 3.14 સુધી
- ગુરુપુષ્યામૃતયોગ 3.14થી બીજા દિવસના સૂર્યોદય સુધી
- શનિદેવ આજે સાંજે 4.40 પછી માર્ગી ભ્રમણ પ્રારંભ કરશે.
- ગુરુવાર છે બૃહસ્પતીદેવનું પૂજન અવશ્ય કરવું.
રાશિ ભવિષ્ય
મેષ (અલઈ)
|
- જુદા જુદા કાર્યમાં એકસાથે વ્યસ્થ થવું પડે
- યુવામિત્રોમાં પ્રણયના યોગ પણ ખિલ્યા છે
- સરકારી નોકરીના સંદર્ભમાં સાનુકૂળતા રહે
- થોડી નકારાત્મકતા પણ હાવી થાય, સાવધાન.
|
વૃષભ (બવઉ)
|
- આરોગ્યના સંદર્ભમાં સાવધાની રાખજો
- અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે.
- જમીન-મકાન દ્વારા આવક થઈ શકે
- ખાતરના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ
|
મિથુન (કછઘ)
|
- બપોર પછી કૌટુંબિક પ્રશ્નો રહે.
- આપની વાણી થોડી ડિપ્લોમેટીક બને.
- આજે વિરુદ્ધ આહારથી ચેતજો
|
કર્ક (ડહ)
|
- સ્વાર્થવૃત્તિ આજે મનમાં ઘર કરી જાય
- આવેશપૂર્ણ વ્યવહારથી બચવું.
- પિતાનું આરોગ્ય જાળવવું
|
સિંહ (મટ)
|
- સરકારી તપાસ આપ વિરુદ્ધ ચાલતી હોય તો ચેતજો
- બપોર પછી વિશેષ પણે વિરોધનો સામનો થાય
- કોર્ટનો ચુકાદો આવવાનો હોય તો શિવજીના દર્શન કરી કાર્યવાહીમાં હાજર રહેજો. અથવા મુદત લઈ લેજો.
|
કન્યા (પઠણ)
|
- ભાષાના વર્ગો ચલાવતા હોય તેમને સાનુકૂળતા
- શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા જાતકોને સફળતા મળે
- આપની ઇચ્છાપૂર્તિનો માર્ગ આજે સરળ બને.
|
તુલા (રત)
|
- વેપારી મિત્રોને બહારગામ જવાનું થાય
- આજે કોઈનાથી ચેતરાઈ ન જવા તે જોવું
- નોકરીયાત મિત્રોએ અધિકારી સાથે સુમેળ રાખવો
|
વૃશ્ચિક (નય)
|
- પ્રવાસની શક્યતા નકારી નથી શકાતી
- આળસવૃત્તિ આજે વિશેષ જણાય
- પિતાનું આરોગ્ય પણ જાળવવું
|
ધન (ભધફઢ)
|
- વેપારી મિત્રોને આજે નસીબ યારી આપે
- સાસરી પક્ષથી આજે સહકાર મળે
- જીવનસાથી સાથે આજે આનંદની પળો વીતે
|
મકર (ખજ)
|
- લગ્નવાંછુક મિત્રોને આજે કાર્યસ્થળે પ્રેમ પાંગરી શકે
- ગૂઢ બિમારીથી પીડાતા વયસ્ક જાતકોએ આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું
- સંધ્યા સમયે માનસિક તણાવ વધી શકે છે.
|
કુંભ (ગશષસ)
|
- માથુ દુઃખવાની ફરિયાદ થઈ શકે છે.
- નોકરી કરતા જાતકો સાવધાન આજે આપના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.
- મિલકત ભાડે હોય તો ભાડુઆત સાથે વૈમનસ્ય સર્જાય
|
મીન (દચઝથ)
|
- પૂર્વનું કરેલું આજે આડે આવે
- ઘરના પ્રશ્નોથી મન પરેશાન રહે
- પેટના દર્દનો સામનો પણ કરવો પડે.
|
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે