Home> India
Advertisement
Prev
Next

Viral Video: બિલ્લી પગે આવ્યું મોત...એક જ પળમાં માણસ હતો ન હતો થઈ ગયો, ઘટના કેમેરામાં કેદ

Viral Video: જિંદગીનો શું ભરોસો? માણસના તમામ પ્લાનિંગ ઉપરવાળા સામે ફેઈલ થઈ જાય છે. ઘડીભરમાં માણસ હતો ન હતો થઈ જાય છે. હાલ સોશિયલ મીડિયા પર બરેલીનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિ  બર્થડે પાર્ટીમાં કૂદી કૂદીને નાચી રહ્યો છે અને અચાનક પડી જાય છે અને મોત થઈ જાય છે. 

Viral Video: બિલ્લી પગે આવ્યું મોત...એક જ પળમાં માણસ હતો ન હતો થઈ ગયો, ઘટના કેમેરામાં કેદ

Dance Ka Video : સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો જે જોઈને દરેક જણ શોક થઈ ગયા છે. વીડિયો 45 સેકેન્ડનો છે. જ્યાં એક વ્યક્તિ એકદમ ખુશખુશાલ થઈને ડાન્સ કરી રહ્યો છે અને અચાનક પડી જાય છે અને તેનું મોત થઈ જાય છે. આ ઘટના ઉત્તર પ્રદેશના બરેલીની છે. અહીં એક બર્થડે પાર્ટીમાં અચાનક ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. ઘટનાસ્થળે હાજર લોકોને એમ લાગ્યું કે યુવક એક્ટિંગ કરી રહ્યો છે. પરંતુ જ્યારે થોડીવારમાં તે ઊભો ન થયો તો લોકો ત્યાં પહોંચ્યા. તેને બેહોશ જોઈને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 

fallbacks

મામલો યુપીના બરેલીના બારાદરી પોલીસ મથક વિસ્તારના જેસ ગ્રાન્ડ હોટલનો હોવાનું કહેવાય છે. ડાન્સ કરનારા યુવકનું નામ પ્રભાતકુમાર છે. 45 વર્ષના પ્રભાતકુમારને ડાન્સ કરવાની સાથે સાથે બેડમિન્ટન રમવાનો પણ ખુબ શોખ હતો. ગુરુવારે તેઓ એક બર્થડે પાર્ટીમાં સામેલ થવા માટે ગ્રાન્ડ હોટલ પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ પાર્ટીમાં સામેલ થતા પહેલા બેડમિન્ટન રમીન આવ્યા હતા. પાર્ટીમાં પહોંચ્યા તો મિત્રોએ ડાન્સની ફરમાઈશ કરી. પ્રભાત પણ પોતાને રોકી શક્યા નહીં. પરંતુ તેમને કદાચ એ અંદાજો નહતો કે આ ડાન્સ તેમના જીવનનો છેલ્લો ડાન્સ બની જશે. 

ડોક્ટરોના જણાવ્યાં મુજબ પ્રભાતનું મોત હાર્ટ એટેકથી થયું છે. પ્રભાતના નીકટના લોકોનું કહેવું છે કે તે ખુબ ફીટ હતા. અચાનક પડ્યા તો પાર્ટીમાં હાજર મિત્રોએ તેને સામાન્ય ઘટના જાણીને તેમને ઉઠાવ્યા અને પાણીનો છંટકાવ કર્યો પરંતુ આમ છતાં તેઓ હોશમાં ન આવ્યા ત્યારે ચિંતા વધી ગઈ. ત્યારબાદ ત્યાં હાજર એક ડોક્ટરે કાર્ડિયાક પ્રેશર આપ્યું, અને સીપીઆર પણ આપ્યું પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. ત્યારબાદ પ્રભાતને લઈને હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More