Home> India
Advertisement
Prev
Next

Data Leak: 1.5 અરબ ફેસબુક યૂઝર્સનો ડેટા થયો લીક, પર્સનલ ડિટેલ્સને ખુલ્લેઆમ વેચી રહી છે આ કંપની

રિસર્ચ ફર્મની રિપોર્ટના અનુસાર, તાજેતરમાં જ હેકર ફોરમ (Hacker Forum) પર નામ, ઇમેલ, સ્થળ, લિંગ, ફોન નંબર અને ફેસબુક યૂઝર્સ આઇડીની જાણકારી મળી હતી. 1.5 અરબ ફેસબુક યૂઝર્સની પબ્લિકલી ડેટા મળવો ચિંતાનો વિષય છે.

Data Leak: 1.5 અરબ ફેસબુક યૂઝર્સનો ડેટા થયો લીક, પર્સનલ ડિટેલ્સને ખુલ્લેઆમ વેચી રહી છે આ કંપની

નવી દિલ્હી: 'પ્રાઇવેસી અફેયર્સ' (Privacy Affairs) નામની એક રિસર્ચ ફર્મએ ખુલાસો કર્યો છે કે 1.5 અરબ ફેસબુક યૂઝર્સ ડેટા 'હેકર ફોરમ' પર વેચાણ માટે મળી આવ્યા છે. રિસર્ચ ફર્મની રિપોર્ટના અનુસાર, તાજેતરમાં જ હેકર ફોરમ (Hacker Forum) પર નામ, ઇમેલ, સ્થળ, લિંગ, ફોન નંબર અને ફેસબુક યૂઝર્સ આઇડીની જાણકારી મળી હતી. 1.5 અરબ ફેસબુક યૂઝર્સની પબ્લિકલી ડેટા મળવો ચિંતાનો વિષય છે.

fallbacks

કેવી રીતે લુક થયો ડેટા?
જોકે, વેચાણ માટે મળેલા ડેટા (Data Leak)  એ નથી દર્શાવતા કે વિક્રેતાના વાસ્તવમાં ફેસબુક (Facebook) ના સિસ્ટમમાં સેંઘ લગાવી હતી. જો એવું જણાવવામાં આવી રહ્યું છે કે સાર્વજનિક રૂપથી ઉપલબ્ધ ડેટા સ્ક્રેપ કરીને લેવામાં આવ્યો હતો. પરંતુ એક ફેક્ટ એ છે કે વેચાણ માટે ચોરવામાં આવ્યો ડેટા સાર્વજનિક રૂપથી ઉપલબ્ધ છે અને ચોરી કરવામાં આવેલો ડેટા હેકર (Data Hacker) ને પાર્સવર્ડ હેકના સુરાગ આપી શકે છે, તેને એકવાર લોગીન કોડ, સ્કેમ ટેક્સ સંદેશ મોકલવા અને ઘણુ બધુ કરવાની પરવાનગી આપે છે. 

Unseen Video: પુત્ર આર્યન ખાનને આ રીતે જોઇ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી Gauri Khan

ઘણા વર્ષોથી કંપની કરે છે આવો જ ડેટા લીક
નવા રિપોર્ટથી ખબર પડે છે કે આ પોસ્ટને હવે હેકર ફોરમમાંથી હટાવી દેવામાં આવી છે. આ સાથે જ પ્રાઇવેસી અફેયર્સએ કહ્યું કે મંચો પર ઉપલબ્ધ કરાવવામાં આવેલા નમૂનાથી તેમણે જે ડેટા તપાસ્યો, વૈદ્ય પ્રતીત થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડેટાના વિક્રેતાનો દાવો છે કે તેમનું ગ્રુપ ઓછામાં ઓછા 4 વર્ષથી ચાલી રહ્યું છે અને તે સમયે 18,000 થી વધુ ગ્રાહકોની સેવા કરી ચૂકી છે. 

તાજેતરમાં જ થયો હતો ફેસબુક આઉટેઝ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ફેસબુક (Facebook) અને તેમની સહયોગી કંપનીઓને 6 કલાક સુધી ગ્લોબલ આઉટેઝનો સામનો કરવો પડ્યો હતો. જેના લીધે તેમના CEO માર્ક જુકરબર્ગને 7 બિલિયન અમેરિકી ડોલરનું નુકસાન થયું અને સિલિકોન વેલી ફર્મના શેરોમાં લગભગ 5% નો ઘટાડો આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More