નવી દિલ્હી: સામાન્ય રીતે જોવા જઈએ તો માતા પિતા પોતાના બાળકો માટે જીવનસાથીની શોધ કરતા હોય છે. પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે. એક પુત્રી સોશિયલ મીડિયામાં તેની માતા માટે વરરાજા શોધી રહી છે. બદલતા સમાજની આ નવી તસવીર જોવા મળી રહી છે. પુત્રીએ તેની માતા માટે વર શોધતી એક પોસ્ટ ટ્વીટર પર શેર કરી છે અને આ ટ્વીટ ઝડપથી વાઈરલ થઈ રહી છે. પુત્રી પાસે માતા માટે લગ્નના પ્રસ્તાવ પણ આવી રહ્યાં છે.
મહારાષ્ટ્ર: દિગ્ગજ નેતાએ કહ્યું- 'અમારી પાસે 170 MLAનું સમર્થન, આગામી CM શિવસેનાનો જ બનશે'
આસ્થા વર્મા નામની આ યુવતીએ ટ્વીટર પર પોતાની અને તેની માતાની તસવીર શેર કરતા કેપ્શન લખી છે જેમાં કહ્યું છે કે મારી માતા માટે 50 વર્ષની આસપાસની ઉંમર વાળા વ્યક્તિની શોધ છે. તે શાકાહારી હોય, દારૂ ન પીતો હોય અને સારી રીતે સેટલ હોય.
Looking for a handsome 50 year old man for my mother! :)
Vegetarian, Non Drinker, Well Established. #Groomhunting pic.twitter.com/xNj0w8r8uq— Aastha Varma (@AasthaVarma) October 31, 2019
આસ્થા પોતાની માતા માટે એક એવા દુલ્હાની શોધમાં છે જે દેખાવે હેન્ડસમ હોય અને તેની ઉંમર 50 વર્ષની આસપાસ હોય. આ સાથે જ તેણે શરત મૂકી છે કે તે માંસ અને દારૂનું સેવન ન કરતો હોય. આસ્થાની આ ટ્વીટને અત્યાર સુધી 6000થી વધુ લોકોએ રિટ્વીટ કરી છે. જેના પર 29000થી વધુ લાઈક મળી ચૂક્યા છે.
જુઓ LIVE TV
આસ્થાની પ્રોફાઈલ જોઈએ તો તેણે પોતાની જાતને કવિયિત્રી, પોલિટિકલ ઓબ્ઝર્વર, અને નેલ આર્ટિસ્ટ, દેશભક્ત તથા લો સ્ટુડન્ટ તરીકે ઓળખાવી છે. આસ્થાએ ટ્વીટર પર જે ફોટો શેર કર્યો છે તેમાં તેની માતા ગુલાબી રંગના કપડાંમાં જોવા મળે છે. આસ્થા ઈચ્છે છે કે તે પોતાની માતાને હંમેશા ખુશ જુએ આથી તે માતા માટે એક સાથીની શોધ કરી રહી છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે