Home> India
Advertisement
Prev
Next

મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા સીડીએસ બિપિન રાવત, બંને પુત્રીઓએ સ્વીકાર્યુ સન્માન

General Bipin Rawat News: ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રહેલા દિવંગત જનરલ બિપિન રાવતનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં કર્યુ છે. 
 

મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા સીડીએસ બિપિન રાવત, બંને પુત્રીઓએ સ્વીકાર્યુ સન્માન

નવી દિલ્હીઃ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવ્યુ છે. રાવતનું પાછલા વર્ષે હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયુ હતું. સીડીએસ તરફથી તેમના પુત્રી કૃતિકા અને તારિણીએ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.

fallbacks

પુત્રીઓને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી પુરસ્કાર મળ્યો હતો. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રહેલા જનરલ બિપિન રાવતનું પાછલા વર્ષે ડિસેમ્બરમાં એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયુ હતું. હેલીકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 જવાનોના પણ મૃત્યુ થયા હતા. 

મહત્વનું છે કે પદ્મ પુરસ્કાર, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે અને આ ત્રણ શ્રેણીઓ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીમાં પ્રદાન કરવામાં આવે છે. પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં દેશ માટે યોગદાન આપતા લોકોને આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર કરવામાં આવે છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક કાર્યક્રમ સમારોહમાં જનરલ બિપિન રાવત (મરણોપરાંત) અને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત અનેક હસ્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા છે. સમારોહમાં બે વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, આઠને પદ્મ ભૂષણ અને 54 પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ગોવાના સીએમ પર સસ્પેન્સ ખતમ, પ્રમોદ સાવંત બનશે રાજ્યના મુખ્યમંત્રી

તેમાંથી દેશના પ્રથમ રક્ષા અધ્યક્ષ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને ગીતાપ્રેસના અધ્યક્ષ રાધેશ્યામ ખેમકાને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યુ છે. 

પદ્મ ભૂષણ સન્માન મેળવનારામાં ગુલામ નબી આઝાદ, પંજાબી લોક ગાયક ગુરમીત બાવા (મરણોપરાંત), ટાટા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન, પૂર્વ કેગ રાજીવ મહર્ષિ, કોવિડની રસી બનાવનાર સીરમના પ્રમુખ સાઇરસ પૂનાવાલા અને અન્ય લોકો સામેલ છે. 

આ વર્ષે કુલ 128 પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More