Home> India
Advertisement
Prev
Next

Dausa Explosive: PM મોદીના પ્રવાસ પહેલા દૌસામાં 1000 KG વિસ્ફોટક મળી આવતા સુરક્ષા એજન્સીઓના હોશ ઉડ્યા

1000 KG Explosive Recovered: પીએમ નરેન્દ્ર મોદી 12મી ફેબ્રુઆરીએ રાજસ્થાનના દૌસા જિલ્લાની મુલાકાત લેશે. પરંતુ તે પહેલા જ દૌસામાંથી 1000 કિલો વિસ્ફોટકો મળી આવતા હડકંપ મચી ગયો છે. અહીં સફેદી બોરીઓમાંથી 1000 કિલો વિસ્ફોટક મળી આવ્યા. આટલા મોટા પાયે જે વિસ્ફોટકો મળી આવ્યા છે તેનાથી કોઈ પણ શહેરને ધડાકાઓથી હચમચાવી શકાય છે. 

Dausa Explosive: PM મોદીના પ્રવાસ પહેલા દૌસામાં 1000 KG વિસ્ફોટક મળી આવતા સુરક્ષા એજન્સીઓના હોશ ઉડ્યા

Explosive Recovered: પીએમ નરેન્દ્ર મોદી 12મી ફેબ્રુઆરીએ રાજસ્થાનના દૌસા જિલ્લાની મુલાકાત લેશે. પરંતુ તે પહેલા જ દૌસામાંથી 1000 કિલો વિસ્ફોટકો મળી આવતા હડકંપ મચી ગયો છે. અહીં સફેદી બોરીઓમાંથી 1000 કિલો વિસ્ફોટક મળી આવ્યા. આટલા મોટા પાયે જે વિસ્ફોટકો મળી આવ્યા છે તેનાથી કોઈ પણ શહેરને ધડાકાઓથી હચમચાવી શકાય છે. અત્રે જણાવવાનું કે વિસ્ફોટકોની આ મોટી ખેપને રાજસ્થાનના દૌસાથી પોલીસે પકડી છે. પીએમ મોદી આગામી 12 ફેબ્રુઆરીએ  દૌસાની મુલાકાત લેવાના છે એટલે આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવતા પોલીસ પ્રશાસનના હોશ ઉડી ગયા છે. 

fallbacks

65 ડેટોનેટર અને 40 પેટી બારૂદ મળી આવ્યા
દૌસા પોલીસને કલેક્ટ્રેટથી માત્ર 500 મીટરના અંતરે એક સંદિગ્ધ ગાડી પેટ્રોલિંગ દરમિયાન દેખાઈ હતી. પોલીસે જ્યારે ગાડી થોભાવી તો તેનો ડ્રાઈવર ગભરાઈ ગયો. ત્યારબાદ જ્યારે પોલીસે તે ગાડીની તલાશી લીધી તો તેમાંથી 65 ડેટોનેટર અને 40 પેટી બારૂદ મળી આવ્યા. 

આરોપીની પૂછપરછ
દૌસાથી મળી આવેલા વિસ્ફોટકોનું કુલ વજન લગભગ 1000 કિલો છે. વિસ્ફોટકો સાથે પકડાયેલા આરોપીથી પોલીસ કડકાઈથી પૂછપરછ કરી રહી છે અને એ ભાળ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ગેરકાયદેસર વિસ્ફોટકોનો આ બિઝનેસ તે ક્યારથી કરી રહ્યો છે. 

ક્યાંક સપ્લાય થવાના હતા વિસ્ફોટકો?
દૌસા પોલીસ આરોપીની એ પણ પૂછપરછ કરી ર હી છે કે વિસ્ફોટકોને ત્યાં ક્યાં ક્યાં સપ્લાય કરે છે. અત્રે જણાવવાનું કે પિકઅપ વાનના ડ્રાઈવર રાજેશ મીણા વિરુદ્ધ વિસ્ફોટકોને ગેરકાયદેસર રીતે કબજામાં રાખવાના અને ટ્રાન્સપોર્ટ કરવાના આરોપમાં મામલો નોંધવામાં આવ્યો છે. 

અત્રે જણાવવાનું કે દૌસા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 12 ફેબ્રુઆરીનો પ્રવાસ નિર્ધારિત છે. જેને ધ્યાનમાં લેતા દૌસાથી દિલ્હી સુધીની સુરક્ષા એજન્સીઓ અલર્ટ છે. આ બધા વચ્ચે દૌસા પોલીસ મથકે મોટી કાર્યવાહી કરી છે અને 1000 કિલો વિસ્ફોટકો જપ્ત કરી લીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More