મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 1993ના મુંબઈ બોમ્બ ધમાકાના માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મની લોન્ડ્રિંગના એક મામલાની તપાસના સિલસિલામાં શુક્રવારે ધરપકડ કરી છે. જેલમાં બંધ કાસકર વિરુદ્ધ હાલમાં મની લોન્ડ્રિંગનો એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઠાણે જેલમાં બંધ હતો કાસકર
અધિકારીઓ પ્રમાણે કથિત મની લોન્ડ્રિંગના ઘણા કેસમાં પહેલાથી ઠાણે જેલમાં બંધ કાસકરને નવા કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે કાસકરને વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જેણે 16 ફેબ્રુારીએ તેની વિરુદ્ધ રજૂ થવાનું વોરંટ જાહેર કર્યું હતું.
કાસકરની કસ્ટડીની માંગ કરી શકે છે ઈડી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નવા કેસમાં ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને મુંબઈ અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા અન્ય લોકો વિશે પૂછપરછ કરવા માટે તેની કસ્ટડીની માંગ કરી શકે છે. કાસકર વિરુદ્ધ નવો કેસ દાખલ થવો અને 15 ફેબ્રુઆરીએ મુંબઈમાં અન્ડરવર્લ્ડના સંચાલન, કથિત ગેરકાયદેસર સંપત્તિના સોદા અને હવાલા લેતીદેતી સાથે જોડાયેલા દરોડા બાદ ઈડીએ આ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર મુદ્દે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક, આર્મી ચીફ, ઉપરાજ્યપાલ અને એનએસએ રહ્યાં હાજર
અનેક જગ્યાએ પાડવામાં આવ્યા દરોડા
ઇબ્રાહિમની દિવંગત બહેન હસીન પારકર, કાસકર અને ગેંગસ્ટર છોટા શકીલના બનેવી સલીમ કુરૈશી ઉર્ફે સલીમ ફ્રૂટ સંબંધિત પરિરસો સહિત કુલ 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીએ દરોડા બાદ કુરૈશીની પૂછપરછ પણ કરી હતી.
એનઆઈએએ દાખલ કરી હતી એફઆઈઆર
ઈડીનો આ મામલો રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા હાલમાં પોતાની સ્વતંત્ર ગુપ્ત જાણકારી સિવાય ઇબ્રાહિમ અને અન્ય વિરુદ્ધ દાખલ એફઆઈઆર પર આધારિત છે. NIA એ ગેરકાયદેસર ગતિવિધિ (નિવારણ) અધિનિયમની કલમો હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે