Home> India
Advertisement
Prev
Next

હવે 6થી 12 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન, DCGI એ આપી મંજૂરી: સૂત્ર

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે. 

હવે 6થી 12 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન, DCGI એ આપી મંજૂરી:  સૂત્ર

નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે. 

fallbacks

સમાચાર એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે કોવેક્સીનને મંજૂરી આપી છે. કોવેક્સીનને હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે 12,13, અને 14 વર્ષની ઉંમરના બાળકો માતે 16 માર્ચથી કોવેક્સીન લગાવવાનું શરૂ થયું હતું. જે બાળકોનો જન્મ 2008, 2009 અને 2010 માં થયો છે. તે તમામ વેક્સીન લગાવી શકે છે. 

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ) ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ગત અઠવાડિયે Corbevax વેક્સીનને પણ ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી હતી. આ ભલામણ 5 થી 11 વર્ષના બાળકો માટે કરવામાં આવી હતી. હૈદ્રાબાદ સ્થિત ફર્મ બાયોલોજિકલ-ઇ તરફથી તૈયાર કરવામાં આવેલી કોર્બેવેક્સ કોરોના વિરૂદ્ધ દેશની પ્રથમ સ્વદેશી વિકસિત RBD પ્રોટીન સબ યૂનિટ વેક્સીન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More