Home> India
Advertisement
Prev
Next

રાજસ્થાનઃ પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા 11 હિન્દુઓના મૃતદેહ મળ્યા, તપાસ શરૂ

જોધપુરમાં દેચૂ પોલીસ સ્ટેશન વિસ્તારના લોડતા હરિદાસોતા ગામની પાસે એક સાથે 11 લોકોના મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. આ 11 લોકોમાં ચાર મહિલાઓ, બે બાળકો અને 5 પુરૂષો છે. ઘટનાસ્થળ પર સ્યુસાઇડ નોટ પણ જપ્ત કરવામાં આવી છે. 

રાજસ્થાનઃ પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા 11 હિન્દુઓના મૃતદેહ મળ્યા, તપાસ શરૂ

જોધપુરઃ રાજસ્થાનના જોધપુર (Jodhpur)મા હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. અહીં દેચૂ પોલીસ સ્ટેશન વિસ્તારના લોડતા હરિદાસોતા ગામની પાસે એક સાથે 11 લોકોના મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. આ 11 લોકોમાં ચાર મહિલાઓ, બે બાળકો અને 5 પુરૂષો છે. ઘટનાસ્થળ પર સ્યુસાઇડ નોટ પણ જપ્ત કરવામાં આવી છે. 

fallbacks

આ ઘટનાની જાણકારી મળતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું અને સ્થળ પર અધિકારીઓ પહોંચ્યા હતા. આ સિવાય ફોરેન્સિક તપાસ માટે ટીમને બોલાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, 11 લોકોના મૃતદેહ મળ્યા છે. ઘટના સ્થળ પર એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે. આ બધા મૃતક લોકો એક રૂમમાં સુતા હતા. 

આ 22 લોકો પાકિસ્તાની શરણાર્થી જણાવવામાં આવી રહ્યાં છે. આ બધા ખેતીમાં કામ કરતા હતા. પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકો માટે કામ કરનાર સંગઠનના નેતા હિન્દુ સિંહ સોઢા પણ લોડતા હરિદાસોતા ગામ પહોંચવાના છે. 

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ઘટના પર ટ્વીટ કરીને લખ્યું છે. 

મહત્વનું છે કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામીણો ભેગા થયા છે. આ પાકિસ્તાની શરણાર્થીઓમાં એક વ્યક્તિ બહારનો રહેવાસી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ સિવાય પોલીસ મૃતકોના પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More