Home> India
Advertisement
Prev
Next

ડિયર જિંદગી : ઓછા માર્ક લાવનાર બાળક !

આપણે બાળકોની ઉર્જાને પુસ્તકોની બેગમાં બંધ કરી દેવાની ‘કુપ્રથા’માંથી હજી સુધી બહાર નીકળી નથી શક્યા. આપણે બાળકના માધ્યમથી પોતાના ગવાતા ગુણગાનથી જેટલા જોડાયેલા રહીશું એટલું જ નુકસાન બાળકને થશે

ડિયર જિંદગી : ઓછા માર્ક લાવનાર બાળક !

અમને કોલોનીમાં સાથે રહેતા બહુ સમય નથી થયો. જોકે સાથે રહેતી વખતે જો ચર્ચામાં બાળકોની વાત થતી હોય તો પરિચયના દ્વારા બહુ જલ્દી ખુલી જતા હોય છે. અમારી સાથે પણ આવું જ થયું. અમારા પરિચયમાં આવેલું એક દંપતિ પોતાના બાળકોના સ્કૂલ, સ્ટેજ અને સ્પોર્ટસના પ્રદર્શનની વાતોથી બીજાને લગભગ આતંકિત કરી નાખે છે. તેમણે એક તબક્કે તો એવી કમેન્ટ કરી નાખી કે અમે અમારા બાળકો માટે જાગૃત નથી. 

fallbacks

ડિયર જિંદગી : કાચના સપના અને સમજની એરણ...

આવી કમેન્ટ સાંભળીને મેં જવાબ આપ્યો કે હું આગળથી આ વાતનું ધ્યાન રાખીશ. આ વાત ચાલી રહી હતી ત્યારે જ મને અહેસાસ થયો કે દંપતિ પોતાના નાના દીકરાનો વારંવાર ઉલ્લેખ કરે છે. તેઓ જ્યારે નાના દીકરાનું યશગાન ગવાઈ રહ્યું હતું ત્યારે મેં સવાલ કર્યો કે મોટો દીકરો શું કરી રહ્યો છે? પિતાએ જવાબ આપ્યો કે તે ટ્યૂશનમાં ગયો છે. મેં આગળ સવાલ કર્યો કે તે ક્યાં ધોરણમાં ભણે છે? તો ઉદાસીભર્યા અવાજે જવાબ મળ્યો ચોથા ધોરણમાં. મને તેમના અવાજમાં હતાશાનો સ્વર સંભળાતા વધારે સવાલ કરતા માહિતી મળી કે તેમનો મોટા દીકરાનું ભણવામાં મન નથી લાગતું અને તે બહુ તોફાની છે તેમજ તેને કોઈ વાત સમજાવાનું સરળ નથી. પિતાની ફરિયાદ હતી કે મોટો દીકરો આખો દિવસ ડ્રોઇંગ કરતો રહે છે અને મોટાભાગના વિષયોમાં માંડમાંડ પાસ થાય છે. 

આ વાત સાંભળીને મેં પ્રતિભાવ આપતા કહ્યું કે વાહ ! મારો ભાઈ પણ ચિત્રકાર છે અને તે જ્યારે મારા ઘરે આવશે તો હું બંનેની મુલાકાત કરાવીશું. આ વાત ચાલતી હતી ત્યારે મારા પરિચીતના પત્ની આવી પહોંચ્યા. તે બધી વાત સાંભળી રહ્યા હતા. તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે અત્યારે મુલાકાતની જરૂર નથી અને તે બહુ નાનો છે. તેણે તો ડ્રોઇંગ શિખ્યા વગર જ ઘરની બધી દિવાલો રંગી નાખી છે. હવે તો એણે ભણવામાં મન લગાવવું પડશે. 

ડિયર જિંદગી : માતા-પિતાના 'સુખ'ની પસંદગી કરતી વખતે...

જે દંપતિ પોતાના દીકરા પર ભરવાનું દબાણ વધારી રહ્યા છે તેમના ઘરની લગભગ દરેક દીવાલ પર એક પેઇન્ટિંગ છે. તેમને પેઇન્ટિંગ ખરીદવાનું અને દીવાલ પર લગાવવાનું પસંદ છે. એક રીતે તો તેમના દીકરાને આ કલા ‘ડીએનએ’માં મળી છે. આ દંપતિએ જે ફરિયાદ કરી છે એ પ્રમાણે ''બધા શિક્ષકો મારા દીકરાથી ત્રસ્ત છે કારણ કે તે કોઈ વાત સરળતાથી નથી માનતો. સ્કૂલમાં માત્ર એક ક્લાસ ટીચર છે જેની વાત તે શાંતિથી સાંભળે છે. તેઓ બાળકની ડ્રોઇંગની આવડતથી પ્રભાવિત હતા. અમને તેમનું વલણ યોગ્ય ન લાગતા પ્રિન્સિપાલને આ ફરિયાદ કરી. આ ટીચરે બીજા સ્કૂલમાં નોકરી લઈ લેતા અમને રાહત થઈ.'' 

દુખની વાત તો એ છે કે આ દંપતિને જરા પણ અંદેશો નહોતો કે તેમણે બાળકને મળતો ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દેવા જેવું કામ કર્યું છે. 

ડિયર જિંદગી: માતા-પિતાના આંસુઓ વચ્ચે 'સુખની કથા' ન સાંભળી શકાય...

દંપતિને પોતાના અભિગમ પર પુરો ભરોસો છે. તેમના પરિવારમાં ડોક્ટર અને એન્જિનિયર્સની ફોજ છે અને એટલે બાળક ગણિત અને વિજ્ઞાનમાં સારું  પ્રદર્શન કરે એ જરૂરી છે. 

મોટો દીકરો બધાનો લાડકો છે પણ સમસ્યા એ છે કે તે બહુ ઓછા માર્ક લાવે છે. આ બાળક પર પરિવારના ગૌરવને આગળ વધારવાની જવાબદારી છે તો પછી એ પોતાની પસંદગીનું કામ કઈ રીતે કરી શકે!

બીજો મહત્વનો મુદ્દો એ છે કે ચોથા ધોરણમાં ભળતું બાળક તોફાન ન હીં કરે અને મોજમાં નહી  તેમજ તેમજ આખો દિવસ સવાલ નહીં પુછે તો આ કામ કોણ કરશે ! તમે અને અમે જેમજેમ મોટા થતા જઈએ છીએ એમ સવાલ કરવાના બંધ કરી દઈએ છીએ અને રટાયેલા જવાબ આપવા લાગીએ છીએ.  

આપણે બાળકોની ઉર્જાને પુસ્તકોની બેગમાં બંધ કરી દેવાની ‘કુપ્રથા’માંથી હજી સુધી બહાર નીકળી નથી શક્યા. આપણે બાળકના માધ્યમથી પોતાના ગવાતા ગુણગાનથી જેટલા જોડાયેલા રહીશું એટલું જ નુકસાન બાળકને થશે

આપણે પ્રતિષ્ઠા માટે બાળકોનો સહારો લેવાનું બંધ કરવું પડશે. જેમ ઘરમાં લાગેલા છોડમાં તડકો, હવા અને પાણી આપીએ છીએ એમ બાળકને યોગ્ય વાતાવરણ આપો કારણ કે બાળકને એની જ જરૂર હોય છે. બાળકો મોટા થઈને એ વસ્તુઓ જ પાછી આપે છે જે આપણે તેમને આપી હોય. આ સમયે આપણે ફરિયાદ કરીએ છીએ કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. જે આજે નહીં બદલાય એને ભવિષ્યમાં બદલવાનો મોકો મળવો મુશ્કેલ છે. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(https://twitter.com/dayashankarmi)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 

(https://www.facebook.com/dayashankar.mishra.54) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More