લદ્દાખ: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) શુક્રવારના લેહમાં ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યા. રક્ષા મંત્રીની હાજરીમાં સેનાના જવાનોએ યુદ્ધાભ્યાસ કર્યો. તે દરમિયાન રાજનાથ સિંહે પણ સેનાની મલ્ટી બેરલ ગન ચલાવી. રાજનાથ સિંહની આ બે દિવસીય મુલાકાત ચીન અને પાકિસ્તાનને સંદેશ આપવા માટે છે.
તમને જણાવી દઇએ કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે જમ્મૂ-કાશ્મીરની મુલાકાત પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ મનોક મુકુંદ નરવણે પણ છે.
આ પણ વાંચો:- જવાનોને પ્રોત્સાહન આપતાં રક્ષા મંત્રીએ કહ્યું- 'કોઈ આંખ ઉઠાવીને જુઓ તો તેને મુંહતોડ જવાબ આપીશું'
રક્ષા મંત્રીની હાજરીમાં સેનાના યુદ્ધાભ્યાસે ચીન અને પાકિસ્તાનને તેમના નાપાક ઇરાદા સુધારવાની તક આપી છે. તે દરમિયાન રાજનાથ સિંહ ચીનની સાથે આવેલી સીમા LAC ઉપરાંત પાકિસ્તાનની સીમા LoC પર પણ જશે.
આકાશમાં ઉડતા લડાકુ વિમાન અને જમીન પર ટેન્કે ટીન સહિત સમગ્ર દુનિયામાં ભારતના ઇરાદાને સ્પષ્ટ કર્યો છે કે, અમે અમારી એક ઇંચ જમીન પણ આપવા તૈયાર નથી. આજના યુદ્ધાભ્યાસ ભારતીય સેનાના બહાદુરીની જુબાની આપી રહી છે.
આ પણ વાંચો:- બે દિવસની મુલાકાતે લેહ પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સાથે છે CDS બિપિન રાવત
ભારત-ચીન સીમા વિવાદના કારણે દિલ્હીમાં બેસી સ્થિતિનો યોગ્ય અંદાજ લગાવી શકાય નહીં તેથી રક્ષા મંત્રી આજે જાતે લેહ પહોંચ્યા. આ પહેલા પ્રધાનમંત્રી પણ લદ્દાખની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જવાનોનું પ્રોત્સાહન વધાર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે