Home> India
Advertisement
Prev
Next

રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરી આપી માહિતી, લોકોને કરી અપીલ

રક્ષામંત્રી રાજનાથ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ખુદને ઘરમાં ક્વોરેન્ટાઈન કરી લીધા છે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરી આપી માહિતી, લોકોને કરી અપીલ

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ સોમવારે કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. રક્ષામંત્રીએ કહ્યુ કે , તે પોતાના ઘરમાં આઇસોલેટ છે અને તેનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી. રાજનાથ સિંહે ટ્વીટ કરી કહ્યુ- હું આજે હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઈન છું. હું બધાને વિનંતી કરુ છું જે જે મારા સંપર્કમાં આવ્યા છે તે ખુદને આઈસોલેટ કરી લે અને પોતાનો ટેસ્ટ કરાવે. 

fallbacks

મહત્વનું છે કે આ પહેલાં કેન્દ્રીય સ્વાસ્ત્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર ભારતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં સોમવારે કોરોના વાયરસના 1,79,723 કેસ સામે આવ્યા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખને પાર પહોંચી ગઈ છે. 

એવું લાગી રહ્યું છે કે ભારત કોવિડ-19 મહામારીની ત્રીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે કારણ કે વાયરસ અનેક રાજ્યોમાં ઝડપથી ફેલાય રહ્યો છે, જેનાથી દૈનિક સંક્રમણ દરમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સતત ચોથો દિવસ છે જ્યારે ભારતમાં કોરોના કેસ 1 લાખથી વધુ નોંધાયા છે. 

આ પણ વાંચોઃ લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ઓમિક્રોન વેરિએન્ટની સંખ્યામાં પણ વધારો થયો અને હવે આ નવા વેરિએન્ટના કેસ 4033 થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1126 ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. આ સિવાય રાજસ્થાનમાં 529, દિલ્હીમાં 513, કર્ણાટકમાં 441 અને કેરલમાં 333 કેસ નોંધાયા છે. મંત્રાલયે 146 મોતની પણ માહિતી આપી છે, જેનાથી કુલ મૃત્યુઆંક 483,936 થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More