Home> India
Advertisement
Prev
Next

જનરલ બિપિન રાવત બન્યા દેશના પહેલા CDS, સરકારે કરી સત્તાવાર જાહેરાત

બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. સીડીએસે 31 ડિસેમ્બરે પદભાર સંભાળવાનો છે. 
 

જનરલ બિપિન રાવત બન્યા દેશના પહેલા CDS, સરકારે કરી સત્તાવાર જાહેરાત

નવી દિલ્હીઃ દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના નામની સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. વર્તમાન સેના પ્રમુખ જનરલ બિપિન રાવત (Bipin Rawat)ને દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા છે. બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. સીડીએસે 31 ડિસેમ્બરે પદભાર સંભાળવાનો છે. 31 ડિસેમ્બરે જ જનરલ બિપિન રાવત સેના પ્રમુખના પદ પરથી નિવૃત થઈ રહ્યાં છે. ત્યારબાદ લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સેના પ્રમુખનું પદ સંભાળશે. 

fallbacks

સરકારે 24 ડિસેમ્બરે સત્તાવાર રીતે સીડીએસ બનાવવાની જાહેરાત કરી હતી. સીડીએસ ફોર સ્ટાર જનરલ હશે અને તેઓ રક્ષા મંત્રાલય અંતર્ગત આવનારા એક નવા વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેયર્સના સેક્રેટરી તરીકે કામ કરશે અને સરકારને સૈન્ય મામલા પર સલાહ આપશે. 

રક્ષા મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર હશે સીડીએસ
સુરક્ષા મામલાની મંત્રીમંડળની સમિતિએ પાછલા મંગળવારે ફોર સ્ટાર જનરલને સીડીએસ પદે નિમણૂંક કરવા લીલી ઝંડી આપી હતી. તેઓ ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ બેસાડવા અને રણનીતિને નક્કી કરવાનું કામ કરશે. ત્રણેય સેનાઓના મામલામાં તેમની ભૂમિકા રક્ષા પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકારની હશે. સીડીએસના રૂપમાં નિવૃત થનાર સૈન્ય અધિકારી અન્ય કોઈ પદ માટે યોગ્ય માનવામાં આવશે નહીં. તેઓ સરકારની મંજૂરી વિના નિવૃતીના પાંચ વર્ષ સુધી કોઈ ખાનગી ક્ષેત્રમાં પણ સેવા આપી શકશે નહીં. 

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પાસે હશે આ પાવર...
સીડીએસ ત્રણેય સેનાઓ સંબ્ધિત મામલાઓમાં રક્ષા મંત્રાલયને સલાહ સૂચનો આપશે અને તેમના પ્રધાન સૈન્ય સલાહકાર પણ હશે. અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જાહેરાત કરતા ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સુરક્ષાના મોરચે નવા નવા પડકારોને જોતા દેશની ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેળ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)નું નવું પદ રચવામાં આવશે. તેમણે કહ્યું કે સીડીએસ સેનાના ત્રણેય અંગો વચ્ચે તાલમેળ સુનિશ્ચિત કરશે અને તેમને પ્રભાવી નેતૃત્વ આપશે. 

અત્રે જણાવવાનું કે નાટો (North Atlantic Treaty Organization) સાથે જોડાયેલા મોટા ભાગના દેશ આ વ્યવસ્થા હેઠળ પોતાની સેનાઓના સર્વોચ્ચ પદ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કરે છે. તેમની શક્તિઓ આર્મ્ડ ફોર્સિસમાં સૌથી વધુ હોય છે. 

ત્રણેય સેનાઓ પર રહેશે કમાન્ડ
અત્રે જણાવવાનું કે ઈન્ડિયામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ત્રણેય આર્મ્ડ ફોર્સિસ આર્મી, એરફોર્સ, નેવી માટે પ્રસ્તાવિત સંયુક્ત પ્રમુખ પદ છે. ભારતમાં કારગિલ સમીક્ષા સમિતિએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની ભલામણ કરી હતી. ત્યારબાદ વર્ષ 2006માં સામેલ તમામ પક્ષો પાસેથી પરામર્શ પ્રક્રિયા શરૂ કરાઈ. પછી 2017માં સુરક્ષા પર કેબિનેટ સમિટીએ સીડીએસ માટે એક પદના નિર્માણ સંબંધિત અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયા શરૂ કરી. જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2019ના રોજ કરી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ભારતના અન્ય સમાચાર......

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More