Rajnath Singh on Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. કોઈએ પોતાના પતિ ગુમાવ્યા છે તો કોઈએ પોતાના પિતા ગુમાવ્યા છે. કાશ્મીરથી આવી રહેલી તસવીરો હૃદયદ્રાવક છે. થોડા સમય પહેલા દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંચ પરથી ખુલ્લેઆમ જણાવી દીધું કે, સરકાર શું તૈયારીઓ કરી રહી છે. હા... રાજનાથે કહ્યું કે, આતંકવાદીઓને આગામી થોડા જ સમયમાં જોરદાર રીતે જવાબ મળશે. આજે સવારે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરબનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને સ્વદેશ પરત ફર્યા છે. એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેમણે એક બેઠક યોજી અને સાંજે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠક યોજાવાની છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, 'આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે અને ટૂંક સમયમાં જ ભારત દ્વારા એક્શન લેવામાં આવશે.' દિલ્હીમાં આયોજિત 'અર્જન સિંહ મેમોરિયલ લેક્ચર' કાર્યક્રમમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે, ભારત તમામ જરૂરી પગલાં લેશે અને ઘટનાને અંજામ આપનારા સુધી ટૂંક સમયમાં પહોંચશે.
50% લોકો નથી જાણતા Home Loanના આ 5 ફાયદા! કરોડપતિ પણ હોમ લોન લઈને કેમ ખરીદે છે મકાન
તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, 'ગઈકાલે પહેલગામમાં ધર્મને નિશાન બનાવીને આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં આપણા દેશે ઘણા નિર્દોષ નાગરિકોને ગુમાવ્યા છે. આ અત્યંત અમાનવીય કૃત્યએ આપણને બધાને ખૂબ જ દુઃખ અને પીડામાં ડુબાડી દીધા છે. સૌ પ્રથમ, હું એવા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આ દુઃખદ સમયમાં દિવંગત આત્માઓની શાંતિ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.'
આગામી ટૂંક સમયમાં જ...
રક્ષા મંત્રીએ કહ્યું કે, ભારત એટલી જૂની સભ્યતા અને એટલો મોટો દેશ છે, જેને આવી કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિઓથી ડરાવી શકાય નહીં. આવી હરકતોનો જવાબ, આમાં જવાબદાર લોકોને આગામી ટૂંક સમયમાં જ જોરદાર રીતે જવાબ મળશે. અહીં, હું ભારતના દૃઢ સંકલ્પને પુનરાવર્તિત કરવા માંગુ છું કે આતંકવાદ સામે આપણી ઝીરો-ટોલરેન્સ પોલિસી છે. ભારતના એક-એક નાગરિક, આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે.
27 એપ્રિલથી આ 5 રાશિઓ થશે માલામાલ, શુક્રના નક્ષત્રમાં સૂર્યના ગોચરથી મળશે સફળતા!
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હું આ મંચ પરથી દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલા લેશે. અમે ફક્ત આ ઘટનાને અંજામ આપનારાઓ સુધી પહોંચીશું નહીં. જેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે. અમે એવા લોકો સુધી પણ પહોંચીશું, જેમણે પડદા પાછળ બેસીને હિન્દુસ્તાનની જમીન પર આવી નાપાક પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું ઘડ્યું છે.
રક્ષા મંત્રીએ ભારતીય વાયુસેનાની પ્રશંસા કરતા કહ્યું કે, જે રીતે વાયુસેના ભારતની સુરક્ષા માટે તત્પર છે, તે જોઈને દરેક ભારતવાસી નિશ્ચિત રહે છે. અમને આ વાતનો સંતોષ રહે છે કે તમારી છત્રછાયા હેઠળ દેશ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી બહાદુરી આ પ્રકારે આકાશની ઊંચાઈઓને સ્પર્શતી રહે.
કાશ્મીરમાં હિન્દુઓનો ઈતિહાસ 5000 વર્ષ જુનો, ઘાટીમાં કેવી રીતે બન્યો મુસ્લિમનો દબદબો
તેમણે વીર અર્જન સિંહ વિશે કહ્યું કે, ઇતિહાસમાં બહુ ઓછા લોકો એવા હોય છે જે ઇતિહાસનો ભાગ હોય છે અને ઇતિહાસનું નિર્ણાણ પણ કરે છે. અર્જન સિંહ તેમાંથી એક હતા. 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં તેમની જે ભૂમિકા રહી છે, તેનાથી આપણે બધા વાકેફ છીએ. તેમના દૂરંદેશી નેતૃત્વનું એક ઉદાહરણ હતું કે માત્ર 1 કલાકમાં ભારતીય વાયુસેનાએ દુશ્મન સામે યોગ્ય જવાબ શરૂ કરી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે