Home> India
Advertisement
Prev
Next

Singhu Border: ખેડૂત આંદોલનના સ્થળ પર યુવકની નિર્દયતાથી હત્યા, પહેલા હાથ કાપ્યો પછી મોતને ઘાટ ઉતાર્યો

કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે મોટી ઘટના ઘટી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર એક અજાણ્યા વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યાનો મામલો સામે આવ્યો છે.

Singhu Border: ખેડૂત આંદોલનના સ્થળ પર યુવકની નિર્દયતાથી હત્યા, પહેલા હાથ કાપ્યો પછી મોતને ઘાટ ઉતાર્યો

નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે મોટી ઘટના ઘટી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર એક અજાણ્યા વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ખેડૂત આંદોલન સ્થળ કુંડલીમાં સિંઘુ બોર્ડર પર ગુરુવારે મોડી રાતે એક યુવકની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી.યુવકની ઓળખ પંજાબના તરનતારનના લખબીર સિંહ તરીકે થઈ છે. 

fallbacks

હાથ કાપીને મોતને ઘાટ ઉતારાયો
પોલીસે મૃતદેહને કબ્જે કર્યો છે તથા સોનીપતની મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. એફએસએલ  (FSL) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 35 વર્ષના યુવકનો જમણો હાથ કાપીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો. યુવકનો મૃતદેહ સંયુક્ત કિસાન મોરચા  (SKM) ના મુખ્ય મંચ પાસે મળી આવ્યો છે. યુવકના શરીર પર ધારદાર હથિયારથી હુમલાના નિશાન મળ્યા છે અને તેનો હાથ કાંડેથી કાપી નાખવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે વધુ જાણકારી આપતા બચી રહી છે. 

fallbacks

આવી હાલતમાં મળી હતી લાશ
સવારે 5 વાગે કુંડલી પોલીસ મથકને આ વાતની જાણકારી મળી અને જણાવાયું કે ખેડૂત આંદોલન સ્થળ પર સ્ટેજ પાસે એક વ્યક્તિને હાથ પગ કાપી લટકાવવામાં આવ્યો છે. ત્યારબાદ ડ્યૂટી પર હજાર પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા અને જોયું તો એક વ્યક્તિ લટકેલો છે અને તેના શરીર પર ફક્ત અંડરવિયર હતો. જો કે હજુ એ વાતનો ખુલાસો નથી થયો કે આ જઘન્ય કૃત્ય કોણે કર્યું. પોલીસે હાલ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. આ સાથે જ સર્ક્યુલેટ થઈ રહેલો વીડિયો પણ તપાસનો વિષય છે. 

ટેન્ટમાં જોવા મળી આતંકી ભિંડરાવાલેની તસવીર
સિંઘુ બોર્ડર પર પ્રદર્શનસ્થળ કે જ્યાં વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ત્યાંનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં આતંકી જનરલ સિંહ ભિંડરાવાલેનો ફોટો પણ જોવા મળી રહ્યો છે. ત્યાં રહેલા ટેન્ટમાં જોવા મળી છે. 

11 મહિનાથી ચાલુ છે ખેડૂતોનું પ્રદર્શન
દેશમાં વિવિધ ભાગોમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, અને પશ્ચિમ યુપીના ખેડૂત ગત વર્ષ નવેમ્બરથી દિલ્હીની તમામ સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગણી કરી રહ્યા છે. જેને લઈને તેમને ડર છે કે તેનાથી ટેકાના ભાવ (MSP) ખતમ કરી દેવાશે અને તેમને મોટા કોર્પોરેટની દયા પર છોડી દેવાશે. જો કે સરકાર ત્રણ કાયદાને પ્રમુખ કૃષિ સુધારા તરીકે રજુ કરી રહી છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10 રાઉન્ડની વાતચીત અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. પરંતુ કોઈ સમાધાન નીકળી શક્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More