Home> India
Advertisement
Prev
Next

Delhi Air Pollution: ઓડ-ઈવન લાગૂ, શાળાના નિયમોમાં ફેરફાર, પ્રદૂષિત દિલ્લીમાં શ્વાસ લેવો બન્યો મુશ્કેલ

દિલ્લીમાં વાયુ પ્રદૂષણે ચિંતા ઉભી કરી દીધી છે. તેને કંટ્રોલ કરવા માટે તમામ તાકાત લગાવવામાં આવી રહી છે. છતાં સ્થિતિ સુધરી રહી નથી. દિવાળી બાદ તો એર ક્વોલિટીમાં વધુ ઘટાડાનીઆશંકા છે. તેને જોતા દિલ્લી સરકારે સોમવારે મોટી જાહેરાતો કરી છે. 
 

Delhi Air Pollution: ઓડ-ઈવન લાગૂ, શાળાના નિયમોમાં ફેરફાર, પ્રદૂષિત દિલ્લીમાં શ્વાસ લેવો બન્યો મુશ્કેલ

નવી દિલ્લીઃ દિલ્લી માટે એક શાયરી જાણીતી છે, કે દિલ્લી દિલ વાલો કીં... પરંતુ હવે આ જ દિલ્લી લોકોના દિલ નબળા કરવાનું કામ કરી રહી છે. જીહાં, દેશની રાજધાની દિલ્લીની હવા એ હદે પ્રદૂષિત થઈ ચુકી છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે જે એક સર્વે સામે આવ્યો છે તે દિલ્લી સહિત દેશવાસીઓની ચિંતા વધારનારો છે. શું છે આ સર્વે અને હાલ કેવી છે દિલ્લીની સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં... 

fallbacks

દિલ્લીની હવા લોકો માટે હવે ઝેરી બની ચૂકી છે. જીહા, કારણ કે દિલ્લીમાં હાલ પ્રદુષણ એ સ્તરે વધી ગયુ છે કે જો તમે શ્વાસ લઈ રહ્યો છો, તો સાથે જ બિમારીને પણ આમંત્રણ આપી રહ્યા છો. વહેલી સવારે ધુમ્મસની સાથે સાથે ધૂમાડો ભળતા હવે હવા ઝેરી બનવા લાગી છે. દિલ્લીમાં માત્ર સવારના સમયે જ ધૂળિયુ વાતાવરણ નથી હોતી, આખો દિવસ હવામાં ધૂમ્મસ હોય એવો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. 

હાલમાં જ એક સર્વે કરાયો જેમાં સૌથી ખરાબ હવા ધરાવતા દેશોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં દુનિયાના દેશોમાં ભારત 8માં ક્રમે છે. એટલે કે દિલ્લીની સાથે સાથે ભારતના મોટાભાગના શહેરોની હવા પણ પ્રદુષિત થઈ રહી છે. 

આ પણ વાંચોઃ ICMRમાંથી 81 કરોડ ભારતીયોનો ડેટા લીક?, જાણો કેવી રીતે રચાયો આખો ખેલ

જો દિલ્લીની વાત કરીએ તો આ યાદીમાં દિલ્લી વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં પહેલા નંબર પર છે. જીહા, દિલ્લી એવું શહેર છે કે જ્યાંની હવા વિશ્વના તમામ શહેરોથી સૌથી વધુ પ્રદૂષિત છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત ટોપ-10 શહેરોમાં દિલ્લી ઉપરાંત મુંબઈ અને કોલકાતાનો પણ સમાવેશ સમાવેશ થાય છે. 

વીઓ. દિલ્લીની સ્થિતિ બદથી બદતર થવા લાગતા કેજરીવાલ સરકારની ઉંઘ હરામ થઈ ચુકી છે. એટલે જ કેજરીવાલ સરકારે વકરી રહેલા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે દિલ્લીમાં ફરી ઓડ-ઈવન સિસ્ટમ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓડ-ઈવન સિસ્ટમ હાલ તો નહીં પરંતુ દિવાળીના તહેવાર પછી એટલે કે 13 તારીખથી 20 નવેમ્બર વચ્ચે લાગૂ કરાશે. 

વીઓ. દિલ્લીમાં વધતાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે કેજરીવાલ સરકાર રાત દિવસ એક કરી રહી છે. દિલ્લીમાં ઓડ-ઈવન સિસ્ટમની સાથે સાથે BS 3 પેટ્રોલ અને BS 4 ડીઝલ કાર ચલાવવા ઉપર પણ પ્રતિબંધ ચાલુ જ રહેશે. સાથે જ 1થી 5 ધોરણ ઉપરાંત હવે 6,7,8,9 અને 11ના ફિઝીકલ ક્લાસ 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

દિલ્લીમાં વધતાં પ્રદૂષણ સામે કેજરીવાલ સરકારે દિલ્લીના રસ્તાઓ પર એન્ટી સ્મોગ ગન ઉતાર્યા છે. આ સ્મોગ ગનનું કામ પ્રદૂષણ ઓછું કરવાનું છે. આ સ્મોગ ગનથી હવામાં પાણી જેવા પ્રવાહીનો છંટકાવ કરવાથી હવામાં હાજર ધૂળના કણ નીચે આવી જાય છે. જેથી હવામાં રહેલું પ્રદૂષણ થોડું ઓછું થઈ જાય છે. આ એન્ટી સ્મોગ ગનની કિંમત અંદાજે 50 લાખ રૂપિયાની આસપાસ હોય  છે. 

આ પણ વાંચોઃ PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને ફોન કર્યો, ઈઝરાયેલ-હમાસ મુદ્દે કરી ચર્ચા

સૌથી પ્રદુષિત 10 શહેરોમાં દિલ્લીની સાથે સાથે મુંબઈનો પણ સમાવેશ થયો છે. દિલ્લીની સાથે સાથે મુંબઈની હવા પણ ઝેરિલી બની છે. મુંબઈમાં પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. મુંબઈની સ્થિતિ ખરાબ થતાં સ્વાસ્થ્ય વિભાગ પણ સફાળું જાગ્યુ છે. સ્વાસ્થ્ય વિભાગે લોકો માટે એક એડવાઈઝરી પણ જાહેર કરી દીધી છે. જેમાં લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે. સાથે જ બને તો ઘરના બારી-બારણા પણ બંધ રાખવા માટે જણાવાયુ છે. જો કામથી બહાર જવું જરૂરી જ હોય, તો લોકોને N-95 માસ્ક પહેવા માટે અપીલ કરાઈ છે. 

પ્રદૂષણની ખરાબ સ્થિતિ માત્ર દિલ્લીમાં જ નથી. દિલ્લીના પાડોશી રાજ્ય યૂપી અને પંજાબની પણ છે. યૂપીના આગરામાં પણ પ્રદૂષણ વધતું જઈ રહ્યુ છે. જેમાં 50 મીટર દૂરથી પણ તાજમહેલને જોવો અઘરો થઈ ચુક્યો છે. જો તમે તાજમહેલની સામે પણ ઉભા રહો, તો પણ તાજમહેલ સ્પષ્ટ જોઈ શકાતો નથી. 

આ તરફ પંજાબની પણ એટલી જ ખરાબ સ્થિતિ છે. પંજાબના ભટિંડામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિએ પહોંચી ચુક્યુ છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. દિલ્લી હોય, મુંબઈ હોય કે પછી આગરા હોય. દરેક જગ્યાએ પ્રદૂષણનું સ્તર વધતુ જઈ રહ્યુ છે. ત્યારે હવે વધતાં પ્રદૂષણ સામે લોકોએ પણ સજાગ થવાની જરૂર છે. અને બને એટલા પ્રદૂષણને ઓછું કરવાના પ્રયાસમાં લાગી જવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More