Home> India
Advertisement
Prev
Next

JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ પર હૂમલો: અજાણ્યા વ્યક્તિએ કર્યો ગોળીબાર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોન્સિટ્યૂશન ક્લબની બહાર ઉમર ખાલીદ પર સોમવારે એક અજાણ્યા વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો

JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ પર હૂમલો: અજાણ્યા વ્યક્તિએ કર્યો ગોળીબાર

નવી દિલ્હી : જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી અને દેશદ્રોહી નારા મુદ્દે આરોપી ઉમર ખાલિદ પર સોમવારે એક અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી દીધી. તેમના પર આ હૂમલો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોન્સિટીટ્યૂશન ક્લબની બહાર કરવામાં આવ્યો. જો કે આ હૂમલામાં ઉમર ખાલિદ બચી ગયો હતો. તેમને કોઇ પણ પ્રકારની ઇજા થઇ નથી. એક પ્રત્યક્ષદર્શીના અનુસાર અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે તમામ લોકો ટી સ્ટોલ પર ઉભા હતા. ત્યારે જ એક વ્યક્તિ આવ્યો, તેણે સફેદ ટી શર્ટ પહેરી હતી. તેણે ધક્કો માર્યો અને ફાયર કરી દીધું. જેના કારણે ઉમર નીચે પડી ગયો હતો અને તેનાં કારણે જ તેને ગોળી નહોતી વાગી. 

fallbacks

અમે તેને પકડવા માટે ગયા પરંતુ તે હવામાં ફાયરિંગ કરતો કરતો નિકળી ગયો હતો. આરોપ છે કે હૂમલો કરવા માટે આવેલા વ્યક્તિ પિસ્તોલ છોડીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ પિસ્તોલ રસ્તા પરથી મળી આવી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ મુદ્દે તપાસ કરી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, યૂનાઇટેડ અગેન્સ્ટ હેટ નામના એક સંગઠને સોમવારે ખોફ સે આાદી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 

આ ઘટના બાદ ઉમર ખાલીદે કહ્યું કે, દેશમાં આજે ડરનો માહોલ છે. જે સરકારની વિરુ્દધ બોલી રહ્યા છે. તેઓને જીવનું જોખમ છે. તેમને ખતરો છે. સરકાર વિરુદ્ધ બોલનાર વ્યક્તિને દેશદ્રોહી ઠેરવવામાં આવી રહ્યા છે. તેમનાં પર ફાયરિંગ થઇ રહ્યા છે. તેમને કોઇને કોઇ રીતે કાયદાકીય જાળમાં ફસાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More