Home> India
Advertisement
Prev
Next

Delhi: બળાત્કારની ઘટના પર ભાજપે રાહુલ ગાંધી પર લગાવ્યો રાજનીતિ કરવાનો આરોપ- કહ્યું- બળાત્કારની ઘટનામાં રાજસ્થાન ટોપ પર

સંબિત પાત્રાએ કેટલાક આંકડા ગણાવતા કહ્યુ- રાજસ્થાનમાં છેલ્લા છ મહિનામાં બળાત્કારના કેસમાં 30 ટકાનો વધારો થયો. કોરોના કાળમાં રેટની ઘટનાઓમાં 38 ટકાનો વધારો થયો. 

Delhi: બળાત્કારની ઘટના પર ભાજપે રાહુલ ગાંધી પર લગાવ્યો રાજનીતિ કરવાનો આરોપ- કહ્યું- બળાત્કારની ઘટનામાં રાજસ્થાન ટોપ પર

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સવારે 9 વર્ષની મૃતક પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી, જેની બળાત્કાર કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી છે. હવે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ કરી કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. પાત્રાએ કહ્યુ કે, બળાત્કારની ઘટનાઓ પર રાજનીતિ ન થવી જોઈએ. 

fallbacks

ભાજપના પ્રવક્તાએ કહ્યુ- અમે આજે ભાજપ તરફથી રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોને નિવેદન કરીશું કે રાહુલ ગાંધી દ્વારા જે રીતે પોસ્કો એક્ટની કલમ 23 અને જુવેનાઇલ જસ્ટિસ કેયર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટની કલમ 74નું ઉલ્લંઘન કર્યુ છે, તેના પર એનસીપીસીઆર ધ્યાન આપે અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારે. 

સંબિત પાત્રાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યુ- દલિતની પુત્રી હિન્દુસ્તાનની પુત્રી છે અને તેને ન્યાય મળવો જોઈએ પરંતુ શું રાજસ્થાનમાં રહેતી દલિતની પુત્રી હિન્દુસ્તાનની નથી. દલિતની પુત્રી છત્તીસગઢની શું તે હિન્દુસ્તાનની પુત્રી નથી. પંજાબની પુત્રીની સાથે જધન્ય અપરાધ થાય છે શું તે હિન્દુસ્તાનની પુત્રી નથી. 

આ પણ વાંચોઃ ત્યારે મંત્રી હતા, હવે ડ્રામા કરો છો... સંસદની બહાર આમને-સામને હરસિમરત કૌર અને કોંગ્રેસ MP

સંબિત પાત્રાએ કેટલાક આંકડા ગણાવતા કહ્યુ- રાજસ્થાનમાં છેલ્લા છ મહિનામાં બળાત્કારના કેસમાં 30 ટકાનો વધારો થયો. કોરોના કાળમાં રેટની ઘટનાઓમાં 38 ટકાનો વધારો થયો. આ ઘટના પર ક્યારેય રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યુ, શું રાહુલ ગાંધી ક્યારેય તેના ઘરે ગયા? નહીં. રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી તે લોકો માટે એકવાર પણ અવાજ ઉઠાવ્યો નથી. આવી જ ઘટનાઓ પંજાબમાં થઈ છે. 

મહત્વનું છે કે દિલ્હી પોલીસે 9 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવા અને પરિવારની સાંજે દિલ્હી છાવનીની પાસે એક ગામના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરી છે. એક પુજારી સહિત ચાર આરોપીઓએ કથિત રીતે બાળકીના  મૃતદેહને તેના માતા-પિતાની સહમતિ વગર કે પોલીસને જાણ કર્યા વગર તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More