નવી દિલ્હીઃ વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) એકવાર ફરી ધમાકેદાર જીત સાથે દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. દિલ્હી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ આ ચૂંટણીમાં જીત મેળવી છે. તો એકવાર ફરી ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 22 વર્ષથી દિલ્હીની સત્તાથી બહાર રહેલી ભારતીય જનતા પાર્ટીનો વનવાસ આ વખતે પણ પૂરો થયો નથી. ભાજપને આ વખતે કોઈ ચમત્કારની આશા હતી. કારણ કે પાર્ટીએ આ ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દા પર લડી હતી.
દિલ્હીમાં આપની જીત પર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની પત્તની અને બાળકોના નિવેદન સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ (Sunita Kejriwal)એ કહ્યું, 'અમને આટલી મોટી જીતની આશા નહતી. અરવિંદે 5 વર્ષ મહેનત કરી હતી, ત્યારે લોકો ખુશ હતા. અરવિંદે જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. લોકો કહી રહ્યાં હતા કે તે અરવિંદને મત આપશે. દિલ્હીની જનતાએ જવાબ આપી દીધો છે.'
વિપક્ષ પર નિશાન સાધતા સુનીતાએ કહ્યું, 'નકારાત્મક વાત લોકોએ ન બોલવી જોઈએ. અમને દિલ્હી પર વિશ્વાસ હતો. જનતાએ સત્યને જીત અપાવી. રાજનીતિ મુદ્દા પર થવી જોઈએ.'
અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાએ પણ આપની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. હર્ષિતાએ કહ્યું કે, જનતાએ કામ કરવાને કારણે મત આપ્યા છે. શિક્ષા, વીજળી, પાણી, સીસીટીવી પર મત આપ્યા છે. 5 વર્ષમાં થયેલા કામોની લોકોએ પ્રશંસા કરી છે. બધા લોકો ખુશ છે. વિપક્ષને જવાબ મળી ગયો છે. ધર્મની રાજનીતિથી હવે મત મળશે નહીં.
Delhi Result 2020: ન ચાલ્યું ભાજપનું 'શાહીન બાગ', દિલ્હી બોલી- લગે રહો કેજરીવાલ
અરવિંદ કેજરીવાલના પુત્ર પુલકિત કેજરીવાલે કહ્યું કે, બધા ખુબ ખુશ છે. દિલ્હીની જનતાએ ખુબ સારી ભેટ આપી. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાનો આજે જન્મદિવસ પણ છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે