Home> India
Advertisement
Prev
Next

Patna Airport: સ્પાઇસજેટના વિમાનમાં ઉડાન ભરતા એન્જિનમાં લાગી આગ, પટનામાં ઇમરજન્સી લેન્ડિંગ


Plane Got Fire: જાણવા મળ્યું છે કે વિમાનના એન્જિનમાં આગ લાગી છે. આગની સૂચના મળતા જ એરપોર્ટ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું.

Patna Airport: સ્પાઇસજેટના વિમાનમાં ઉડાન ભરતા એન્જિનમાં લાગી આગ, પટનામાં ઇમરજન્સી લેન્ડિંગ

પટનાઃ બિહારના પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પટનાથી દિલ્હી માટે ઉડાન ભરી રહેલી સ્પાઇસ જેટના વિમાનમાં આગ લાગી છે. વિમાનમાં ઘણા યાત્રા સવાર હતા. જાણવા મળી રહ્યું છે કે વિમાનનું ફરી પટના એરપોર્ટ પર ફરીથી સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. રાહતની વાત છે કે કોઈ જાન-માલને નુકસાનના સમાચાર નથી. 

fallbacks

જાણવા મળ્યું છે કે વિમાનના એન્જિનમાં આગ લાગી છે. આગની સૂચના મળતા જ એરપોર્ટ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. વિમાનના લેન્ડિંગ બાદ યાત્રીકોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

પટનાના એસએએએસપીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે જ્યારે વિમાને ઉડાન ભરી તો તેના એન્જિનમાંથી ધુમાડો નિકળતો જોવા મળ્યો હતો. ત્યારબાદ વિમાનનું એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ યાત્રી સુરક્ષિત છે. વિમાનના એન્જિનમાં ક્યા કારણે આગ લાગી તેની  માહિતી મળી નથી. 

એરપોર્ટની બહાર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જેથી જરૂર પડે તો મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકાશ. વિમાનમાં આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પર વધારાની ફાયરની ગાડી બોલાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More