નવી દિલ્હીઃ દિલ્હીમાં શનિવારે અચાનક એક કોચિંગ સેન્ટરની છત પડવાથી 5 વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસ પ્રમાણે ઘટના ગોકલપુર ભજનપુરા વિસ્તારની છે. અહીં એક કોચિંગ સેન્ટર ચાલી રહ્યું હતું, જેની છત અચાનક પડી હતી. તેમાં ઘણા વિદ્યાર્થીઓને ઈજા થઈ, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. કોચિંગ સંચાલકને પણ ઈજા થઈ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે સમયે દુર્ઘટના સર્જાઈ, ત્યારે ત્યાં ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. દુર્ઘટનાનીને કારણે ઘણા વિદ્યાર્થીઓને ઈજા થઈ છે. તેની સારવાર ચાલી રહી છે. છત પડવાને કારણે તે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસની રેસ્ક્યૂ ટીમ અને ફાયર વિભાગની ગાડી પહોંચી ગઈ હતી.
#UPDATE: 13 persons have been shifted to hospital and 3 students are missing. Rescue operations underway. #Delhi pic.twitter.com/ZhI1KnizEu
— ANI (@ANI) January 25, 2020
ત્રણ વિદ્યાર્થી લાપતા
જાણવા મળી રહ્યું છે કે અત્યાર સુધી 13 લોકોનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ હજુ લાપતા છે. કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. સૂચના પ્રમાણે જ્યાં કોચિંગ ક્લાસ ચાલી રહ્યો હતો તેની બાજુના મકાનમાં બાંધકામ ચાલી રહ્યું હતું. તેના પડવાને કારણે કોચિંગનો રૂમ પણ ઝપેટમાં આવી ગયો હતો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે