નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન એક્ટ(Citizenship Amendment Act) સામે અને જામિયામાં(Jamiya) થયેલી ઘટના પછી હવે નોર્થ ઈસ્ટ દિલ્હીના જાફરાબાદમાં પણ આંદોલન તેજ બન્યું છે. પોલીસ તંત્ર સહિત દરેક જવાબદાર નાગરિકો લોકોને શાંતિની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) જનતાને શાંતિની અપીલ(Appeal for Peace) કરતા ટ્વીટ કરી છે.
કેજરીવાલે (Kejriwal) લખ્યું કે, "મારી તમામ દિલ્હીવાસીઓને અપીલ છે કે શાંતિ (Peace) જાળવો રાખો. એકસભ્ય સમાજમાં કોઈ પણ પ્રકારની હિંસા સહન કરી શકાશે નહીં. હિંસાથી કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી. તમારી વાત શાંતિથી રજુ કરો."
मेरी सभी दिल्लीवासियो से अपील है कि शांति बनाए रखें। एक सभ्य समाज में किसी भी तरह की हिंसा बर्दाश्त नहीं की जा सकती। हिंसा से कुछ हासिल नहीं होगा। अपनी बात शांति से कहनी है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 17, 2019
દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બેજલે ટ્વીટ કરતા લખ્યું છે કે, "તમામ દિલ્હીવાસીઓને મારી અપીલ છે કે, શાંતી જાળવી રાખો. કોઈ પણ પ્રકારની હિંસામાં ભાગ ન લેવો અને હિંસક તત્વોની માહિતી તાત્કાલિક દિલ્હી પોલીસને આપો. હિંસા ગેરકાયદે તો છે જ, સાથે જ અમાનવીય પણ છે. તમારી વાત શાંતિપૂર્ણ રીતે લોકતાંત્રિક માધ્યમોને જણાવો."
જામિયા હિંસાઃ દેશની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કરે- સોનિયા ગાંધી
सभी दिल्ली वासियों से अपील है कि शान्ति बनायें रखें। किसी भी प्रकार की हिंसा में शामिल न हों और हिंसक तत्वों की जानकारी तुरंत दिल्ली पुलिस को दें। हिंसा ग़ैर क़ानूनी तो है ही, अमानवीय भी है। अपनी बातें शान्तिपूर्ण लोकतांत्रिक माध्यमों से कहें।
— LG Delhi (@LtGovDelhi) December 17, 2019
31 પોલીસ અને 67 નાગરિક ઘાયલ, 35 વાહનોને લગાવાઈ આગઃ દિલ્હી પોલીસનો રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, નાગરિક્તા સંશોધન કાયદાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય રાજધાની સહિત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શને હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં જાહેર સંપત્તિને નુકસાન કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે