Home> India
Advertisement
Prev
Next

કેજરીવાલે કહ્યું- 'હું દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી', ખાલિસ્તાનના સમર્થન પર કરી આ વાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કવિ અને આપના પૂર્વ નેતા કુમાર વિશ્વાસના આરોપો પર પહેલીવાર ચૂપ્પી તોડી છે.

કેજરીવાલે કહ્યું- 'હું દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી', ખાલિસ્તાનના સમર્થન પર કરી આ વાત

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કવિ અને આપના પૂર્વ નેતા કુમાર વિશ્વાસના આરોપો પર પહેલીવાર ચૂપ્પી તોડી છે. અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પલટવાર કર્યો અને કુમાર વિશ્વાસ વિશે કહ્યું કે તેઓ તો હાસ્ય કવિ છે, કઈ પણ કહે છે. તેમણે પીએમ મોદી અને રાહુલ ગાંધીને ગંભીરતાથી લીધા. 

fallbacks

10 વર્ષથી તેમની ઈનસિક્યુરિટી શું કરતી હતી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'મોદીજી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી બધા કહે છે કે છેલ્લા 10 વર્ષથી કેજરીવાલ દેશના 2 ટુકડા  કરવાની યોજના ઘડી રહ્યો છે અને એક ટુકડાનો પ્રધાનમંત્રી બનવા માંગે છે. આ થઈ શકે ખરું? આ તો મજાક છે, તેનો અર્થ એ થયો કે હું ખુબ મોટો આતંકવાદી થઈ ગયો. 10 વર્ષમાં 3 વર્ષ કોંગ્રેસની સરકાર હતી, 7 વર્ષથી ભાજપની સરકાર છે. આટલા વર્ષોમાં મારી ધરપકડ કેમ ન કરી. તેમની સિક્યુરિટી એજન્સી શું કરી રહી હતી અને આ લોકો ઊંઘી રહ્યા હતા કે શું.'

કદાચ હું દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી છું
દિલ્હીના સીએમએ કહ્યું કે કદાચ હું દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી છું, જે રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલ બનાવડાવે છે, ફ્રી વીજળી આપે છે. તેમણે કહ્યું કે તેની એક સિક્વેન્સ છે, પહેલા રાહુલ ગાંધી બોલ્યા, પછી પ્રધાનમંત્રી, પ્રિયંકા ગાંધી, સુખબીર બાદલ. લોકો આજે કહી રહ્યા છે કે આવું વિચાર્યું નહતું કે પ્રધાનમંત્રી પણ રાહુલ ગાંધીની નકલ કરશે. 

પંજાબમાં મતદાન પહેલા SFJ એ ફોડ્યો લેટર બોમ્બ, કહ્યું- કેજરીવાલ અને ભગવંત માન કરે છે ખાલિસ્તાનનું સમર્થન

તમામ પાર્ટીઓએ પંજાબને લૂટ્યું
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ ચૂંટણી ખુબ જ મહત્વપૂર્ણ છે. 70 વર્ષથી તમામ પાર્ટીઓએ પંજાબને લૂંટ્યું અને બાળકોને બેરોજગાર બનાવ્યા. તેમણે વધુમાં કહ્યું કે કહે છે કે પંજાબ પર 3 લાખ કરોડનું દેવું છે. તેમણે કશું કામ કર્યું નથી તો આ પૈસા ક્યા ગયા? શાળા નથી બનાવી, હોસ્પિટલ નથી બનાવી, કોલેજ નથી બનાવી, કામ કર્યું નથી. 

આપને હરાવવામાં લાગી છે તમામ પાર્ટીઓ
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે એક સારી પાર્ટી આવી છે આમ આદમી પાર્ટી. તેનાથી ડરીને તમામ ભ્રષ્ટાચારી ભેગા થઈ ગયા છે. કોંગ્રેસ, ભાજપ, અકાલી દળ બધા છેલ્લા કેટલાક દિવસથી મળીને આમ આદમી પાર્ટીને હરાવવામાં લાગ્યા છે. બધા એક જ ભાષા બોલે છે અને અમને ગાળો આપી રહ્યા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More