નવી દિલ્હીઃ Punjab Assembly Election 2022: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરી કેન્દ્રીય એજન્સીઓ પર ઘણા મોટા આરોપ લગાવ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ કે ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવા જઈ રહી છે.
સીએમ કેજરીવાલે કહ્યું, 'પાંચ રાજ્યોની ચૂંટણી છે. કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓ પણ સક્રિય બની રહી છે. તેણે આરોપ લગાવ્યો કે ED સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવા જઈ રહી છે. તેમણે કહ્યું કે EDએ બે વખત દરોડા પાડ્યા છે પરંતુ કંઈ મળ્યું નથી. જો ભાજપ ચૂંટણી હારે તો આખી એજન્સી છોડી દે છે.
આ પણ વાંચોઃ અરૂણાચલથી લાપતા યુવકને ચીની PLA એ શોધી કાઢ્યો, જલદી ભારતમાં થશે વાપસીઃ ભારતીય સેના
સીએમ કેજરીવાલે આ વાત કહી
સીએમ કેજરીવાલે કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકાર EDની સાથે વધુ એજન્સીઓ મોકલી શકે છે. તેણે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમે જેલ જવાથી ડરતા નથી. અમે ચન્ની જેવા ડરવાના નથી.
પંજાબમાં 20 ફેબ્રુઆરીએ થશે મતદાન
પંજાબમાં 117 વિધાનસભા સીટો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. તો ચૂંટણીનું પરિણામ 10 માર્ચે જાહેર થશે. આ સાથે તસવીર સ્પષ્ટ થઈ જશે કે આ વખતે પંજાબની જનતા કઈ પાર્ટીને સત્તા સોંપવાની છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે અહીં જનતાને અનેક વચનો આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે