Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: સિંધુ બોર્ડર પહોંચેલા કેજરીવાલે કહ્યુ- ભાજપે માનવી પડશે કિસાનોની વાત

દિલ્હીના સીએમે કહ્યું, 'હું કેન્દ્ર સરકારને અપીલ કરુ છું કે તેમની વાત સાંભળી કૃષિના ત્રણેય કાયદાને પરત લેવામાં આવે.

Farmers Protest: સિંધુ બોર્ડર પહોંચેલા કેજરીવાલે કહ્યુ- ભાજપે માનવી પડશે કિસાનોની વાત

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કિસાનોના હિતોને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા તેને નવા કૃષિ કાયદા પર કિસાન નેતાઓ સાથે ડીબેટ કરવાનો પડકાર ફેંક્યો છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સાથે રવિવારે સાંજે સિંધુ બોર્ડર પર પહોંચેલા કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કિસાનોની ખેતી છીનવાના પ્રયાસનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની માગ કરી છે અને તે વાત પર દુખ વ્યક્ત કર્યું કે કિસાનોને રાષ્ટ્રદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે. 

fallbacks

ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની અપીલ
દિલ્હીના સીએમે કહ્યું, 'હું કેન્દ્ર સરકારને અપીલ કરુ છું કે તેમની વાત સાંભળી કૃષિના ત્રણેય કાયદાને પરત લેવામાં આવે. કિસાનોને રાષ્ટ્રદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે, જો કિસાન રાષ્ટ્રદ્રોહી થઈ ગયા તો તમારૂ પેટ કોણ ભરશે? કિસાનોની ખેતી જતી રહી તો કિસાન ક્યાં જશે? કિસાનોની પાસે શું વધશે? તેમણે વિપક્ષ પર કિસાનોને ગેરમાર્ગે દોરવાના આરોપો પર પણ પલટવાર કર્યો છે.'

કેન્દ્રને કિસાન નેતાઓ સાથે આપ્યો ડીબેટનો પડકાર
કેજરીવાલે કેન્દ્રને પડકાર ફેંક્યો કે તે પોતાના સૌથી દમદાર મંત્રીને સિંધુ બોર્ડર પર મોકલીને કિસાન નેતાઓ સાથે ડીબેટ કરાવી લે. તેમણે કહ્યું, 'કેન્દ્ર સરકાર આરોપ લગાવી રહી છે કે કિસાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. હું કેન્દ્ર સરકારને પડકાર ફેંકુ છું કે, કેન્દ્ર સરકાર પોતાના સૌથી મોટા નેતાને લઈને આવે અને અમારા કિસાન નેતા આવી જાય અને જાહેરમાં ચર્ચા થઈ જાય, ખ્યાલ આવી જશે કે કોને કેટલી જાણકારી છે.'

આ પણ વાંચોઃ શિવસેના નેતા સંજય રાઉતની પત્નીને EDનું સમન્સ, PMC બેન્ક કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યા

કિસાનોની ખેતી છીનવી મૂડીપતિઓને આપવા ઈચ્છે છે સરકાર
સિંધુ બોર્ડરની પાસે ગુરૂ તેગ બહાદુર સ્મારક પહોંચેલા કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નવા કૃષિ કાયદા દ્વારા કિસાનો પાસે તેની ખીતીની જમીન છીનવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, 'આ ત્રણ કાયદા લાવ્યા છે, આ ત્રણેય કાયદા દ્વારા તે તેની ખેતી છીનવવા ઈચ્છે છે. તેની ખેતી તેના બે-ત્રણ મૂડીવાદી મિત્રોને આપવા ઈચ્છે છે. જો કિસાનોની ખેતી જતી રહેશે તો કિસાન ક્યાં જશે.'
 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More