Home> India
Advertisement
Prev
Next

Chhatrasal Stadium Case: સાગર ધનખડ હત્યા કેસમાં સુશીલ કુમારને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

Chhatrasal Stadium Murder Case: જેલમાં બે જૂનથી બંધ આંતરરાષ્ટ્રીય રેસલરે કોર્ટને રાહત આપવાની વિનંતી કરતા કહ્યુ કે, તેને આ મામલામાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ જે આરોપ લગાવવામાં આવ્યા છે તેનો ઇરાદો તેને અપમાનિત કરવા અને તેની છબી ખરાબ કરવાનો છે. 
 

Chhatrasal Stadium Case: સાગર ધનખડ હત્યા કેસમાં સુશીલ કુમારને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

નવી દિલ્હીઃ Chhatrasal Stadium Murder Case: રાષ્ટ્રીય રાજધાનીના છત્રસાલ સ્ટેડિયમમાં રેસલર સાગર ધનખડ  (Sagar Dhankhar) ની હત્યાના મામલામાં દિલ્હીની એક કોર્ટે મંગળવારે ઓલિમ્પિક વિજેતા સુશીલ કુમાર (Sushil Kumar) ની જામીન અરજી નકારી દીધી છે. સુશીલ કુમારે કેટલાક અન્ય લોકોની સાથે મળીને પૂર્વ જૂનિયર નેશનલ કુશ્તી ચેમ્પિયન સાગર ધનખડ અને તેના મિત્રો પર કથિત રૂપે સંપત્તિ વિવાદને લઈને સ્ટેડિયમમાં હુમલો કર્યો હતો. બાદમાં સાગરનું મોત થયું હતું. 

fallbacks

જેલમાં બે જૂનથી બંધ આંતરરાષ્ટ્રીય રેસલરે કોર્ટને રાહત આપવાની વિનંતી કરતા કહ્યુ કે, તેને આ મામલામાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ જે આરોપ લગાવવામાં આવ્યા છે તેનો ઇરાદો તેને અપમાનિત કરવા અને તેની છબી ખરાબ કરવાનો છે. 

એક અરજીમાં તેણે કહ્યું કે, એક ઉભરતા રેસલરનું 'દુર્ભાગ્યપૂર્ણ મોત'ને સનસનીખેજ બનાવવામાં આવ્યું અને કેટલાક લોકોના અંગત સ્વાર્થને કારણે તેનો ઉપયોગ તેની વિરુદ્ધ કરવામાં આવ્યો. ઓલિમ્પિયને તે વાત પર ભાર આપ્યો કે પોલીસે તેની ખોટી છબી રજૂ કરવામાં કોઈ કસર છોડી નથી. પોલીસે તેના અને કુખ્યાત ગુંડાઓ વચ્ચે સંપર્ક દેખાડવા માટે મીડિયાને પાયાવિહોણી જાણકારી આપી. 

આ પણ વાંચોઃ લખીમપુર ખીરી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, CBI તપાસ કરાવવાની માંગ

વકીલ પ્રદીપ રાણા તરફથી દાખલ અરજીમાં કહેવામા આવ્યુ કે ચાર્જશીટ દાખલ કર્યા બાદ તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલા બધા દાવા અસત્ય છે અને હકીકતમાં તેનો કોઈ આધાર નથી. 

તો પીડિત અને ફરિયાદી તરફથી રજૂ થયેલા વકીલ નીતિન વશિષ્ઠે કહ્યુ કે, કુમારને જામીન પર છોડવો જોઈે નહીં કારણ કે અન્ય આરોપીઓની ધરપકડ થવાની બાકી છે અને કુમારની સાથે મળી તે લોકો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More