Home> India
Advertisement
Prev
Next

Delhi: મધરાતે સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી, ચાર લોકોના મોત એક ઘાયલ 

પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા 4 લોકોના મોત થયા અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટના ગત રાતે ઘટી હતી. 

Delhi: મધરાતે સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી, ચાર લોકોના મોત એક ઘાયલ 

નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા 4 લોકોના મોત થયા અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટના ગત રાતે ઘટી હતી. 

fallbacks

ફાયર વિભાગના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે ઘટના શાહદરાના ફર્શ બજારની છે. મધરાતે લગભઘ 12.14 વાગે ફર્શ બજાર વિસ્તારની ભીકમ સિંહ કોલોનીમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાનો કોલ આવ્યો હતો. ત્યારબાદ ફાયરની 9 ગાડીએ તરત ઘટનાસ્થળ માટે રવાના થઈ ગઈ. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. 5 લોકોને તરત રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. 

આગ એલપીજી સિલિન્ડર લીક થવાના કારણે લાગી હતી. 4 લોકોના મોત ધૂમાડાના કારણે દમ ઘૂટવાથી થયા. જ્યારે 25 ટકા દાઝી જવાના કારણે એક વ્યક્તિ ઘાયલ થયો છે. તે હેડગેવાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More