Delhi Election AI EXIT Polls 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે. પરિણામો પહેલા ZEE NEWS અને ICPLએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પર સૌથી મોટો સર્વે કર્યો છે. આ AI સર્વેમાં 5 લાખ લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા, જેમાં ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો ચાલો અમે તમને જણાવીએ કે દિલ્હીની 70 વિધાનસભા સીટોમાંથી કઈ પાર્ટીને કેટલી સીટો મળશે. નોંધનીય છે કે, દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે.
દિલ્હીની ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે?
ZEE NEWS અને ICPLના AI સર્વે અનુસાર આમ આદમી પાર્ટી (AAP)ને 33-38 સીટો, ભારતીય જનતા પાર્ટી (BJP)ને 31-36 સીટો અને કોંગ્રેસને 0-2 સીટો મળી શકે છે.
ઈનકમ ટેક્સમાં છુટનો ફાયદો ભાજપને મળ્યો છે?
65 ટકા લોકોનું માનવું છે કે, ભાજપને ઈનકમ ટેક્સમાં છુટનો ફાયદો મળ્યો છે, જ્યારે 35 ટકા લોકોએ કહ્યું કે, તેનો લાભ મળ્યો નથી.
નીચભંગ રાજયોગથી આ 3 રાશિના જાતકો થશે માલામાલ, કરિયરમાં મળશે અપાર સફળતા!
શું દારૂ કૌભાંડની અસર દિલ્હીની ચૂંટણી પર પડી છે?
55 ટકા લોકો માને છે કે, દારૂના કૌભાંડની અસર ચૂંટણી પર પડી છે, જ્યારે 45 ટકા લોકો માને છે કે ચૂંટણી પર કોઈ અસર થઈ નથી.
જેલમાં જવાથી કેજરીવાલને મળી સહાનુભૂતિ?
45 ટકા લોકોનું માનવું છે કે, કેજરીવાલને જેલમાં જવાથી સહાનુભૂતિ મળી, જ્યારે 55 ટકા લોકોનું માનવું છે કે, અરવિંદ કેજરીવાલને જેલમાં જવાથી સહાનુભૂતિ મળી નથી.
52 વર્ષની ઉંમરે પણ આ એક્ટ્રેસ છે હુસ્ન કી મલ્લીકા,બોલ્ડનેસમાં મલાઈકાને પણ આપે છે માત
દિલ્હીને કોનો મેનિફેસ્ટો ગમ્યો?
જીનિયાના સર્વે મુજબ AAPના મેનિફેસ્ટોની રેવડી 5 ટકા લોકોએ પસંદ કરી હતી, જ્યારે ભાજપની જાહેરાત 30 ટકા લોકોએ પસંદ કરી હતી અને કોંગ્રેસની જાહેરાતોને 20 ટકા લોકોએ પસંદ કરી હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો હતો?
સર્વે અનુસાર 30 ટકા લોકોએ કાયદો અને વ્યવસ્થાને સૌથી મોટો મુદ્દો ગણાવ્યો છે. આ પછી 25 ટકા લોકોએ પાણી, 20 ટકા લોકોએ રસ્તા, 15 ટકા લોકોએ મોંઘવારી અને 10 ટકા લોકોએ બેરોજગારીને સૌથી મોટો મુદ્દો ગણાવ્યો છે.
3000 હજારમાં આખું વર્ષ અને 30000 હજારમાં 'લાઈફસ્ટામ પાસ' જાણો શું છે આ યોજના?
શું રમખાણ પરિબળની દિલ્હી ચૂંટણી પર અસર પડી છે?
60 ટકા લોકોનું માનવું છે કે, રમખાણ પરિબળની દિલ્હી ચૂંટણી પર અસર પડી છે, જ્યારે 30 ટકા લોકોનું માનવું છે કે, તેની કોઈ અસર થઈ નથી.
દિલ્હી માટે સૌથી ફેવરિટ સીએમ કોણ?
જીનિયાના સર્વે મુજબ 50 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલને પોતાના ફેવરિટ મુખ્યમંત્રી ગણાવ્યા છે, જ્યારે 30 ટકા લોકોએ ભાજપના પરવેશ વર્માને અને 20 ટકા લોકોએ કોંગ્રેસના સંદીપ દીક્ષિતને પોતાના ફેવરિટ મુખ્યમંત્રી ગણાવ્યા છે. નોંધનીય છે કે, AAP કેજરીવાલના નેતૃત્વમાં ચૂંટણી લડી છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આવ્યા ખરાબ સમાચાર,આખી ટુર્નામેન્ટમાંથી બહાર થશે ટીમનો કેપ્ટન
ગ્રેટર કૈલાશ સીટ પર કોણ આગળ?
જીનિયાના સર્વે અનુસાર 60 ટકા લોકોએ સૌરભ ભારદ્વાજનું નામ લીધું છે, જ્યારે 30 લોકોએ શિખા રાયને પસંદ કર્યા છે અને 10 લોકોએ કોંગ્રેસના ગર્વિત સિંઘવીને પસંદ કર્યા છે.
કોને કેટલી મળશે સીટ
AI એન્કર જીનિયાના એક્ઝિટ પોલ અનુસાર આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં 33થી 38 સીટો મળી શકે છે. જ્યારે AI એન્કર જીનિયાના એક્ઝિટ પોલ અનુસાર આ ચૂંટણીમાં ભાજપને 31થી 36 સીટો મળી શકે છે. AI એન્કર જીનિયાના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને આ ચૂંટણીમાં 0 થી 2 સીટ મળી શકે છે. આ સિવાય બે સી સીટો અન્યને જતી જણાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે