Home> India
Advertisement
Prev
Next

અહીં બંધ થવાની છે CNG રીક્ષા, પેટ્રોલ બાઈક પર પણ લાગશે BAN! 2 કાર ધરાવતા લોકો માટે નવી 'કન્ડિશન'

Delhi EV Policy 2.0: આગામી દિવસોમાં દિલ્હીમાં EV પોલિસી (Delhi EV Policy 2.0) બદલાવા જઈ રહી છે. દિલ્હી સરકાર EV નીતિને લઈને ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ ડ્રાફ્ટ પોલિસી તમામ હિતધારકોને ભલામણો માટે મોકલવામાં આવશે. જે બાદ ભલામણો પર વિચાર કરીને પોલિસીને કેબિનેટને મોકલવામાં આવશે.

અહીં બંધ થવાની છે CNG રીક્ષા, પેટ્રોલ બાઈક પર પણ લાગશે BAN! 2 કાર ધરાવતા લોકો માટે નવી 'કન્ડિશન'

Delhi EV Policy 2.0: આગામી દિવસોમાં દિલ્હીમાં EV પોલિસી (Delhi EV Policy 2.0) બદલાવા જઈ રહી છે. દિલ્હી સરકાર EV નીતિને લઈને ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ પોલિસીના લોન્ચિંગ પહેલા જ લોકોના મનમાં અનેક સવાલો છે કે તેમાં શું હશે? શું આ ફાયદાકારક રહેશે અથવા તેનાથી વધુ સમસ્યાઓ થશે? ચાલો તેના કેટલાક મુદ્દાઓ પર એક નજર કરીએ.

fallbacks

1- CNG ઓટો રીક્ષા (L5N)
નવી EV પોલિસીમાં સૌથી મોટું અપડેટ CNG ઓટો રીક્ષાના માલિકો માટે છે. 15 ઓગસ્ટ 2025થી નવી સીએનજી ઓટો-રીક્ષાનું કોઈ રજિસ્ટ્રેશન થશે નહીં. 15 ઓગસ્ટ 2025થી તમામ CNG ઓટો પરમિટને માત્ર ઈ-ઓટો પરમિટથી બદલવામાં આવશે. 10 વર્ષથી જૂની CNG ઓટો-રીક્ષાને ઇલેક્ટ્રિક ઓટો-રિક્ષા સાથે બદલવી ફરજિયાત રહેશે.

લોહીની જેમ લાલ દેખાય છે આ નદી, સાંજે નજીક જતાં ડરે છે લોકો; જાણો તેની પાછળનું રહસ્ય

2- ટુ-વ્હીલર
15 ઓગસ્ટ 2026થી પેટ્રોલ/ડીઝલ/સીએનજી ટુ-વ્હીલરની નોંધણી કરવામાં આવશે નહીં. દિલ્હીમાં ટુ-વ્હીલર પરિવહનનું મુખ્ય સાધન છે અને તે પ્રદૂષણને પણ ઘણી હદ સુધી વધારે છે. આને રોકવા માટે ટુ-વ્હીલર અંગે નિયમો બનાવવામાં આવી રહ્યા છે.

3- થ્રી-વ્હીલ્ડ ગુડ્સ વ્હીકલ (LSN)
ડીઝલ/પેટ્રોલ/સીએનજી થ્રી-વ્હીલર માલસામાન વાહનોનું રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટ 2025થી બંધ થઈ જશે. જો કે, આ પહેલા તમામ થ્રી-વ્હીલર વાહન બાદમાં પણ ચાલતા રહેલ, માત્ર કોઈ નવું રજિસ્ટ્રેશન થશે નહીં.

યુદ્ધ-મંદી-તબાહી... 15મી સદીમાં નોસ્ટ્રાડેમસે લખી દીધુ હતું 2025નું ખોફનાક ભવિષ્ય

4- ફોર વ્હીલ માલ વાહન (N1)
કચરો એકત્ર કરવાના તમામ વાહનોને તબક્કાવાર રીતે ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવામાં આવશે અને 31 ડિસેમ્બર 2027 સુધીમાં 100% ઇલેક્ટ્રિક લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવશે.

5- ઇન્ટ્રા-સિટી સિટી બસો
હવે દિલ્હીમાં માત્ર ઈલેક્ટ્રિક બસો જ ખરીદવામાં આવશે. BS VI બસોનો ઉપયોગ માત્ર આંતર-રાજ્ય કામગીરી માટે જ કરવામાં આવશે.

સોનાની કિંમતને લઈ મોટી ભવિષ્યવાણી! શું ખરેખર 55000 રૂપિયા સસ્તું થશે સોનું? જાણો કેમ

6- ખાનગી કાર
દિલ્હીમાં ખાનગી કાર માલિકોએ ત્રીજી કે તેથી વધુ કાર માટે જ ઇલેક્ટ્રિક કાર ખરીદવી પડશે જો રજિસ્ટ્રેશનમાં સમાન સરનામું હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More