Home> India
Advertisement
Prev
Next

9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, ધરપકડની અટકળો પર લાગ્યું પૂર્ણવિરામ

Arvind Kejriwal Delhi Liquor Case: સીબીઆઈએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરી. આ પછી સીએમ કેજરીવાલ સીબીઆઈ ઓફિસની બહાર આવ્યા હતા.

9 કલાકની પૂછપરછ બાદ  CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, ધરપકડની અટકળો પર લાગ્યું પૂર્ણવિરામ

નવી દિલ્હીઃ શરાબ કૌભાંડ મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ આશરે 9 કલાક પૂછપરછ કરી છે. પૂછપરછ દરમિયાન કેજરીવાલની ધરપકડને લઈને અટકળોનું બજાર ગરમ હતું. તો બીજીતરફ આગળની રણનીતિ માટે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે પાર્ટી મુખ્યાલય પર સંગઠનના પદાધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક પણ કરી હતી. તો દિલ્હીમાં ધરણા-પ્રદર્શન કરી રહેલા આપના ઘણા નેતાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 

fallbacks

કસ્ટડીમાં લેવાયેલા નેતાઓમાં સંજય સિંહ, રાઘવ ચડ્ઢા, સૌરભ ભારદ્વાજ, આતિશી, કૈલાશ ગેહલોત, આદિલ અહમદ ખાન, પંકજ ગુપ્તા અને પંજાબ સરકારના કેટલાક મંત્રી સામેલ હતા, તેને દિલ્હીના નફઝગઢ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. 

સીબીઆઈની પૂછપરછ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલે કહ્યુ કે, 9.5 કલાક સુધી સીબીઆઈની પૂછપરછ થઈ. મેં દરેક સવાલોના જવાબ આપ્યા. આ કથિત દારૂ કૌભાંડ ખોટું અને બોગસ રાજનીતિ છે. આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. તે આપને ખતમ કરવા ઈચ્છે છે, પરંતુ દેશની જનતા અમારી સાથે છે. 

આ પણ વાંચોઃ કોણ છે તે મહિલા જેના શ્રાપથી ખતમ થઈ ગયો અતીકનો પરિવાર? તમે પણ જાણો સમગ્ર કહાની

ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની રવિવારે લગભગ સાડા નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેજરીવાલ તેમની સત્તાવાર બ્લેક એસયુવીમાં સવારે 11 વાગ્યે ભારે સુરક્ષા સાથે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. લગભગ નવ કલાકની પૂછપરછ બાદ કેજરીવાલ જ્યારે રાત્રે 8.30 વાગ્યે બિલ્ડિંગમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે બહાર રાહ જોઈ રહેલા મીડિયાકર્મીઓને હાથ લહેરાવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ દિવસ દરમિયાન લંચ બ્રેક લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More