નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) ના અનાજ બજાર (Anaj Mandi) વિસ્તારમાં આજે સવારે એક ઈમારતમાં લાગેલી ભીષણ આગે (Fire) 43 લોકોનો ભોગ લઈ લીધો. આગ લાગવાની જાણકારી મળતા જ ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ હતું. ધુમાડાના ગોટેગોટામાં ફસાયેલા લોકો માટે દરેક પળ જીવલેણ સાબિત થઈ રહી હતી. આવામાં એક ફાયરકર્મીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 11 લોકોના જીવ બચાવ્યાં. હવે આ 'રીયલ હીરો'ના ખુબ વખાણ થઈ રહ્યાં છે. ખાસ વાત એ છે કે આગ લાગવાની સૂચના મળતા જ જ્યારે ફાયરકર્મીઓ ત્યાં પહોંચ્યા તો સૌથી પહેલા ઈમારતમાં ઘૂસનારા રાજેશ શુક્લા (Rajesh Shukla) જ હતાં.
Delhi Fire: મોત અગાઉ મૃતકે મિત્રને ફોન કરીને વલોપાત કરતા કહ્યું- 'આ મારો છેલ્લો સમય...'
પોતાના જીવની પણ પરવા ન કરનારા રાજીવ શુક્લા દેવદૂત બનીને લોકોને આગમાં લપેટાયેલી બિલ્ડિંગમાંથી બહાર કાઢવા લાગ્યા હતાં. રાહત કાર્ય દરમિયાન તેમના પગમાં પણ ઈજા થઈ હતી અને એલએનજેપી હોસ્પિટલમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમની બહાદૂરીના દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને (Satyendra Jain) પણ વખાણ કર્યાં અને હોસ્પિટલમાં તેમની મુલાકાત કરી. આ દરમિયાન દિલ્હી સરકારના મંત્રી ઈમરાન હુસૈન પણ હાજર રહ્યા હતાં.
Fireman Rajesh Shukla who rescued 11 persons today in #DelhiFire, is admitted at LNJP Hospital;says,"I want to appeal to all to convey right information about any fire incident at the earliest. We could've saved more lives today as well,if we had more information a little earlier pic.twitter.com/cauPbLpbTx
— ANI (@ANI) December 8, 2019
તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ફાયરકર્મી રાજેશ શુક્લા અસલ હીરો છે. તેઓ પહેલા ફાયરકર્મી છે જે ઈમારતમાં ઘૂસ્યા અને 11 લોકોના જીવ બચાવ્યાં. જ્યાં સુધી તેઓ પોતે ઈજાગ્રસ્ત ન થયા ત્યાં સુધી તેમણે પોતાનું કામ ચાલું જ રાખ્યું. હું આ બહાદુર હીરોને સલામ કરું છે. રાજેશ શુક્લા સાથેની મુલાકાતની તસવીર પણ તેમણે શેર કરી છે.
Delhi Fire: અત્યંત આઘાતજનક, કામની શોધમાં UP-બિહારથી આવેલા પીડિતો ઘેટા-બકરાની જેમ રહેતા હતાં
કહેવાય છે કે જ્યારે આગ લાગી ત્યારે અનેક મજૂરો તો ગાઢ ઊંઘમાં સરી પડ્યા હતાં. ઈમારતમાં હવાની અવર જવર માટે પણ યોગ્ય વ્યવસ્થા નહતી. આથી અનેક લોકોના દમ ઘૂંટી જવાથી મોત નીપજ્યાં. દાઝી ગયેલા લોકો અને મૃતકોને આરએમએલ હોસ્પિટલ, એલએનજેપી અને હિન્દુ રાવ હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમના સંબંધીઓ તેમને શોધવામાં લાગ્યા છે.
આ VIDEO પણ ખાસ જુઓ...
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ શોટ સર્કિટના કારણે લાગી હતી. બચાવ અભિયાનમાં લગભઘ 150 ફાયરકર્મીઓ લાગ્યા હતાં. તેમણે ઈમારતમાંથી 63 લોકોને બહાર કાઢ્યા હતાં જેમાંથી 43 લોકોના જીવ ગયાં. બે ફાયરકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હી ફાયર સર્વિસના ડાઈરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યાં મુજબ બિલ્ડિંગે ફાયર વિભાગ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) પણ લીધુ નહતું. પરિસરમાં આગ લાગે તો સુરક્ષા માટે કોઈ જ વ્યવસ્થા નહતી.
દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે