Home> India
Advertisement
Prev
Next

Delhi Flood: દિલ્હીના રહેણાંક વિસ્તારો પૂરની ઝપેટમાં, લાલ કિલ્લા-CM આવાસ સુધી પહોંચ્યું પાણી

Delhi Floods: દિલ્હીમાં પૂરની સ્થિતિ ધીરે ધીરે ગંભીર થઈ રહી છે. રાજધાની દિલ્હીમાં યમુનાના જળસ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. યમુનાના જળસ્તર વધતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે. કેજરીવાલે માંગણી કરી છે કે હરિયાણાથી ઓછું પાણી છોડવું જોઈએ

Delhi Flood: દિલ્હીના રહેણાંક વિસ્તારો પૂરની ઝપેટમાં, લાલ કિલ્લા-CM આવાસ સુધી પહોંચ્યું પાણી

દિલ્હીમાં પૂરની સ્થિતિ ધીરે ધીરે ગંભીર થઈ રહી છે. રાજધાની દિલ્હીમાં યમુનાના જળસ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. યમુનાના જળસ્તર વધતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે. કેજરીવાલે માંગણી કરી છે કે હરિયાણાથી ઓછું પાણી છોડવું જોઈએ. દિલ્હીના પૂર પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરાઈ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરેલી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં એકવાર ફરીથી ભારે વરસાદનું અનુમાન છે. જ્યાં 15 અને 16 જુલાઈએ હિમાચલમાં ભારે વરસાદ પડી શકે છે. હરિયાણા અને પંજાબમાં પણ પૂર જેવી સ્થિતિ છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાવવાની સમસ્યા છે. 

fallbacks

યમુનામાં સતત વધી રહ્યું છે પાણી
દિલ્હીમાં યમુના નદીના જળસ્તરે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. દિલ્હીના અનેક વિસ્તારો સંપૂર્ણ રીતે જળમગ્ન થઈ ગયા છે. યમુનાનું જળસ્તર 208 મીટર પાર કરી ચૂક્યું છે. આ અગાઉ 1978માં પહેલીવાર લોહેવાલા બ્રિજ પાસે જળસ્તર 207.49 મીટર રેકોર્ડ થયું હતું. યમુનાના પૂરના પગલે જેટલા પણ મોટા નાળા છે તેનો પ્રવાહ સંપૂર્ણ રીતે રોકાઈ ગયો છે. જો યમુનામાં હજું આ રીતે પાણી વધશે તો દિલ્હી માટે ભારે મુશ્કેલી થઈ શકે છે. દિલ્હીના 3 વોટર પ્લાન્ટ બંધ કરાયા છે. 

રિંગ રોડ-રાજઘાટ ITO સુધી પહોંચ્યું પાણી
યમુના કિનારે અનેક વિસ્તારો  પાણીમાં ડૂબી રહ્યા છે. રિંગ રોડ સુધી પાણી પહોંચ્યુ છે. કાશ્મીરી ગેટ બસ અડ્ડો પણ ખતરામાં છે. રાજઘાટ, ITO, જૂના કિલ્લાના વિસ્તાર પાણી પાણી થયા છે.લાલ કિલ્લાની પાછળના એરિયામાં પાણી ઘૂસી ગયું છે. જૂની દિલ્હી રેલવે સ્ટેશન તરફ જનારા રસ્તા જળબંબાકાર છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. 

સિવિલ લાઈન્સમાં પાણી
દિલ્હીના વીવીઆઈપી સિવિલ લાઈન્સ વિસ્તારમાં પણ યમુનાના પૂરનું પાણી પહોંચી ગયું છે. આ વિસ્તારમાં મુખ્યમંત્રી, એલજી સહિત તમામ મંત્રીઓના ઘરો છે. વિસ્તારમાં અનેક બંગલામાં પૂરનું પાણી ઘૂસી ગયું છે. 

વોટર પ્લાન્ટ બંધ
દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવામાં દિલ્હીના 3 વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પ્લાન્ટથી લોકોના ઘરોમાં પાણી પહોંચે છે. પ્લાન્ટ બંધ થશે તો પીવાના પાણીની મુશ્કેલી થઈ શકે છે. સીએમ કેજરીવાલે કહ્યું કે વઝીરાબાદ, ચંદ્રાવલ અને ઓખલા વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા પડી રહ્યા છે. જેવું યમુનાનું પાણી ઓછું થશે કે જલદી તેને ચાલુ કરવાની કોશિશ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More