Home> India
Advertisement
Prev
Next

દિલ્હી હાઈકોર્ટે Twitter ને ફટકાર લગાવી, નવા IT નિયમોના ઉલ્લંઘન પર કેન્દ્ર કાર્યવાહી માટે સ્વતંત્ર

ટ્વિટરે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે તે આઈટી નિયમોના અનુપાલન માટે ભારતમાં એક સંપર્ક કાર્યાલય સ્થાપિત કરવાની પ્રક્રિયા છે. તે કાર્યાલય તેનું સ્થાયી હશે. 
 

દિલ્હી હાઈકોર્ટે Twitter ને ફટકાર લગાવી, નવા IT નિયમોના ઉલ્લંઘન પર કેન્દ્ર કાર્યવાહી માટે સ્વતંત્ર

નવી દિલ્હીઃ નવા માહિતી ટેકનોલોજી નિયમોને લઈને કેન્દ્ર અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે દિલ્હી હાઈકોર્ટે ગુરૂવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર કોઈ પ્રકારના આઈટી કાયદાનું ઉલ્લંઘન કરે છે તો કેન્દ્ર સરકાર કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. હવે સુનાવણી 28 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હકીકતમાં અંતરિમ અધિકારીની નિમણૂંકને લઈને ટ્વિટરે એફિડેવિડ દાખલ કરી હતી. 

fallbacks

ટ્વિટરે કહ્યું- 8 સપ્તાહમાં કરીશું ફરિયાદી અધિકારીની નિમણૂંક
આ પહેલા ટ્વિટરે ગુરૂવારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે, તે આઠ સપ્તાહની અંદર ફરિયાદી અધિકારીની નિમણૂંક કરશે. ટ્વિટરે કોર્ટને તે પણ જણાવ્યું કે, તે આઈટી નિયમોનું અનુપાલન માટે ભારતમાં એક સંપર્ક કાર્યાલય સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે. આ કાર્યાલય તેનું સ્થાયી હશે. ટ્વિટરના અંતરિમ નિવાસી ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે 21 જૂને પોતાનું પદ છોડ્યુ હતું. ત્યારબાદ ટ્વિટરે કેલિફોર્નિયા સ્થિત જેરેમી કેરલને ભારત માટે નવા ફરિયાદી અધિકારી નિમણૂંક કર્યાં હતા. 

આ પણ વાંચોઃ કામકાજ સંભાળતા જ IT મંત્રી અશ્વિની વૈષ્ણવની Twitter ને ચેતવણી, કહ્યું- દેશના કાયદાનું પાલન કરવું પડશે

પરંતુ કેસલની નિમણૂંક નવા આઈટી નિયમો પ્રમાણે નહોતી, કારણ કે આ નિયમોમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ નિવારણ અધિકારી સહિત બધા નોડલ અધિકારી ભારતમાં હોવા જોઈએ. ટ્વિટર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં 28 મેએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ અમિત આચાર્યએ ફરિયાદ નોંધાવી હતી. દલીલમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટર એક 'મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા મધ્યસ્થ' છે, જેવું આઈટી નિયમ, 2021 હેઠળ નિર્ધારિત કરવામાં આવ્યું છે અને તેણે આ નિયમોની જોગવાઈઓ દ્વારા તેમના પર લાદવામાં આવતી કાનૂની ફરજોનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ.

અરજીમાં તર્ક આપવામાં આવ્યો કે દરેક મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા મધ્યસ્થની પાસે ન માત્ર એક નિવાસી ફરિયાદ અધિકારીની નિમણૂંક કરવાની જવાહદારી છે, જે એક ચોક્કસ સમયની અંદર ફરિયાદોને પ્રાપ્ત કરવા અને તેનું નિરાકરણ લાવવા માટે એક પોઈન્ટ અધિકારના રૂપમાં કાર્ય કરશે અને સમક્ષ અધિકારીઓ દ્વારા જારી કોઈપણ આદેશ, નોટિસ અને નિર્દેશોનો સ્વીકાર કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More