નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં દેશની રાજધાની દિલ્હી શું કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ઝપટમાં આવી ગઈ છે? આંકડા તો તે તરફ ઈશારો કરી રહ્યાં છે. બુધવારે પ્રથમવાર દિલ્હીમાં એક દિવસમાં સંક્રમણના 5 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા નીતિ આયોગના સભ્ય વીકે પાલે જણાવ્યુ હતુ કે દિલ્હી, કેરલ અને પશ્ચિમ બંગાળ કોરોના સંક્રમણની ત્રીજી લહેર તરફ વધી રહી છે.
દિલ્હીમાં કોરોનાના નવા કેસ જુલાઈથી ઘટા લાગ્યા હતા. એક સમયે તો એક્ટિવ કેસની સંખ્યા 10 હજારની નીચે પહોંચી ગઈ હતી. ત્યારબાદ કોરોના સંક્રમણની બીજી લહેર શરૂ થઈ. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે લાગે છે કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર પણ પસાર થઈ ચુકી છે. પરંતુ હવે અચાનક પાછલા થોડા દિવસથી નવા કેસની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હજુ સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ હાલના આંકડા ઈશારો કરી રહ્યાં છે કે દિલ્હીમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.
રેકોર્ડ 5673 કેસ, કુલ કેસ 3.7 લાખને પાર
દિલ્હીમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં અચાનક તેજી આવી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ બુલેટિન પ્રમાણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ના 5,673 નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધી કોઈ એક દિવસમાં સંક્રમણના નવા કેસનો સૌથી મોટો આંકડો છે. આ સાથે દિલ્હીમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 3.7 લાખને પાર થઈ ચુકી છે.
દિલ્હીમાં મૃત્યુઆંક 6396
બુધવારે દિલ્હીમાં વધુ 40 લોકોના મોત થયા છે. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી કોરોનાથી કુલ 6396 દર્દીઓના મૃત્યુ થયા છે. બુલેટિનમાં જણાવવામાં આવ્યું કે બુધવારના આંકડામાં ઓગસ્ટમાં થયેલા એક મોતની સંખ્યાને જોડવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસના આંકડા પર નજર
બુધવારે દિલ્હીમાં રેકોર્ડ 5673 કેસ સામે આવ્યા. એક દિવસ પહેલા મંગલવારે 4853 નવા કેસ સામે આવ્યા હતા. તો સોમવારે દિલ્હીમાં 2832 નવા કેસ નોંધાયા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે