Home> India
Advertisement
Prev
Next

Delhi Kanjhawala Accident: હોટલમાં ઝઘડો! સ્કૂટી પર 2 યુવતી, અકસ્માત અને 12 કિમી સુધી યુવતી ઢસડાઈ...કેસના 10 મોટા ખુલાસા 

Delhi Kanjhawala Girl Accident: દેશની રાજધાની દિલ્હીના કંઝાવાલા રોડ અકસ્માતમાં નવો વળાંક આવ્યો છે. હવે તેમાં મૃતક યુવતી અંજલિ ઉપરાંત તેની મિત્ર નિધિનું નામ પણ સામે આવ્યું છે. અકસ્માત સમયે તે સ્કૂટીની પાછળ બેઠી હતી. તેની પુષ્ટિ દિલ્હી પોલીસે કરી ને જણાવ્યું કે તેને ઈજા થઈ નથી. આ સાથે જ દિલ્હી પોલીસે કહ્યું કે નિધિને ટ્રેસ કરી લેવાઈ છે અને તે પૂછપરછમાં સહયોગ કરી રહી છે.

Delhi Kanjhawala Accident: હોટલમાં ઝઘડો! સ્કૂટી પર 2 યુવતી, અકસ્માત અને 12 કિમી સુધી યુવતી ઢસડાઈ...કેસના 10 મોટા ખુલાસા 

Delhi Kanjhawala Girl Accident: દેશની રાજધાની દિલ્હીના કંઝાવાલા રોડ અકસ્માતમાં નવો વળાંક આવ્યો છે. હવે તેમાં મૃતક યુવતી અંજલિ ઉપરાંત તેની મિત્ર નિધિનું નામ પણ સામે આવ્યું છે. અકસ્માત સમયે તે સ્કૂટીની પાછળ બેઠી હતી. તેની પુષ્ટિ દિલ્હી પોલીસે કરી ને જણાવ્યું કે તેને ઈજા થઈ નથી. આ સાથે જ દિલ્હી પોલીસે કહ્યું કે નિધિને ટ્રેસ કરી લેવાઈ છે અને તે પૂછપરછમાં સહયોગ કરી રહી છે. અત્રે જણાવવાનું કે 31 જાન્યુઆરીની રાતે જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણીમાં ડૂબ્યો હતો ત્યારે દિલ્હીના રસ્તા પર એક 20 વર્ષની યુવતી ઢસડાઈ રહી હતી. તે તત્કાળ મોતને ભેટી અને તેના મૃતદેહને રસ્તા પર છોડી દેવાયો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્તબ્ધ થઈ ગઈ હતી. કારણ કે યુવતીના શરીર પર  કપડાં નહતા. લાશ એવી હાલતમાં હતી કે ધ્રુજી જવાય. 

fallbacks

કેસના 10 મોટા અપડેટ

1. દિલ્હી પોલીસે મામલાની જાણકારી આપવા માટે 92 સેકન્ડની પ્રેસકોન્ફરન્સ કરી. દિલ્હીના સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગર પ્રીત હુડ્ડાએ પોતાની વાત રજૂ  કરી અને મૃતક અંજલિની મિત્ર નિધિ વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે ઘટના સમયે તે સાથે હતી અને તેને કોઈ ઈજા થઈ નથી તથા તે ઉઠીને ત્યાંથી ચાલી ગઈ. હવે અમારી પાસે એક પ્રત્યક્ષદર્શી છે. તે પોલીસને સહયોગ કરી રહી છે. આરોપીઓને સજા અપાવવામાં તે મહત્વપૂર્ણ સાબિત થશે. તપાસ ચાલુ છે. આરોપીઓને કડક સજા અપાવવામાં આવશે. 

2. નવું સીસીટીવી ફૂટેજ. સુલ્તાનપુરી કેસમાં તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે. જેમાં જોઈ શકાય છેકે અંજલિ રાતે 1.45 વાગે હોટલમાંથી નવા વર્ષની પાર્ટી કરીને નીકળી રહી છે. એટલું જ નહીં તેની સાથે મિત્ર પણ છે. સ્કૂટી મિત્ર ચલાવી રહી છે જ્યારે અંજલિ પાછળ બેઠી છે. રબાદ ત્યાંથી નિધિ સ્કૂટી ચલાવીને જાય છે પરંતુ થોડીવારમાં અંજલી કહે છે કે સ્કૂટી એ ચલાવશે અને ત્યારબાદ અંજલિ સ્કૂટી ચલાવે છે અને નિધિ પાછળ બેસી જાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ અકસ્માત દરમિયાન બીજી યુવતીને થોડી ઈજા થઈ હતી અને તે ઘટનાસ્થળેથી પોતાના ઘરે ચાલી ગઈ પરંતુ અંજલીનો પગ ગાડીના એક્સેલમાં ફસાઈ ગયો અને ત્યારબાદ કારમાં બેઠેલા આરોપીઓ અંજલિને ઢસડતા રહ્યા. 

3. હોટલ મેનેજરનો દાવો- જે હોટલમાં અંજલિ પાર્ટી કરવા ગઈ હતી તેના મેનેજર અનિલે જણાવ્યું કે અંજલિ અને તેની મિત્ર પાર્ટી માટે પહેલેથી પહોંચી ગયા હતા. ત્યારબાદ કોઈ વાતને લઈને બંનેમાં ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને યુવતીઓને હોટલમાંથી બહાર કરાઈ હતી. 

4. અંજલિ સાથે હાજર દોસ્ત અને પાર્ટીમાં હાજર અન્ય લોકો સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. અંજલિની સહેલીના નિવેદન પોલીસે નોંધી લીધા છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ હોટલ પાસેના કેટલાક લોકોની પણ અટકાયત થઈ છે. 

5. 12 કિમી જેટલી ઢસડાઈ હતી અંજલિ
દિલ્હી પોલીસે આ મામલે વધુ એક ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યાં મુજબ સુલ્તાનપુરીમાં અકસ્માત બાદ અંજલિના મૃતદેહને કંઝાવાલા સુધી 12 કિમી સુધી ઢસડવામાં આવ્યો હતો. પહેલા દિલ્હી પોલીસે  કહ્યું હતું કે મૃતદેહ ફક્ત 4 કિમી ઢસડાયો હતો. એટલું જ નહીં પોલીસના જણાવ્યાં મુજબ જે ગાડીથી અકસ્માત થયો હતો તે આરોપીઓની નહતી. આરોપી કોઈ પરિચિત પાસેથી લઈ આવ્યા હતા. 

fallbacks

6. પાર્ટી કરીને પાછા ફરી રહ્યા હતા.
આરોપી દીપક ખન્ના અને અમિત ખન્નાએ મિત્ર આશુતોષ પાસેથી કાર લીધી હતી. આ કારમાં સવાર થઈને બધા 5 આરોપીઓ મુરથલમાં પાર્ટી  કરવા ગયા હતા. મુરથલથી પાછા ફરતી વખતે આ અકસ્માત થયો. ત્યારબાદ અકસ્માત પછી બંનેએ કાર આશુતોષને આપી દીધી. બંનેએ આશુતોષને જણાવ્યું હતું કે બંને દારૂ પીને પાછા ફરી રહ્યા હતા ત્યારે કાર સ્કૂટી સાથે ટકરાઈ ગઈ. બંને કાર છોડીને ઘરે જતા રહ્યા. કાર આશુતોષના સાળાની હતી. 

7. આરોપીઓના ચોંકાવનારા ખુલાસા
દીપકે પોલીસને જણાવ્યું કે તે ગાડી ચલાવી રહ્યો હતો. તેની પાસે મનોજ મિત્તલ બેઠો હતો. બાકીના ત્રણ આરોપીઓ મિથુન, કૃષ્ણા અને અમિત પાછળની સીટ પર બેઠા હતા. કૃષ્ણા વિહારમાં કાર સ્કૂટી સાથે ટકરાઈ, સ્કૂટી પર સવાર યુવતી પડી ગઈ અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા. આરોપીઓના જણાવ્યાં મુજબ જ્યારે તેમણે કાર કંઝાવાલામાં રોકી ત્યારે જોયું કે તેમાં મૃતદેહ ફસાયેલો છે. ત્યારબાદ તેઓ ડરી ગયા અને મૃતદેહને રસ્તા પર છોડીને ભાગી ગયા. ત્યારબાદ કાર આશુતોષના ઘર પર પાર્ક કરી દેવાઈ અને ભાગી ગયા. 

8. ફોરેન્સિક ટીમ તપાસે લાગી
પોલીસ આ મામલે ફોરેન્સિક અને લીગલ ટીમની મદદ લઈ રહી છે. અનેક ટીમો બનાવવામાં આવી છે. જે તપાસ કરી રહી છે અને પુરાવા ભેગા કરી રહી છે. સીસીટીવી પણ  ભેગા કરવામાં આવી રહ્યા છે. પોલીસે પીડિતાના પરિવારને ખાતરી અપાવી છે કે તપાસ ઝડપથી ચાલી રહી છે અને કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે. બધા પર કડક કાર્યવાહી કરાશે. ફોરેન્સિક ટીમને કારની નીચેથી જ બ્લડ સેમ્પલ મળ્યા છે. 

આ વીડિયો ખાસ જુઓ...

9. રેપ પર આશંકા યથાવત
એવો અંદેશો વ્યક્ત કરાઈ રહ્યો છે કે પીડિતા અંજલિ સિંહનો રેપ થયો. પણ પોલીસે આ વાતનો ઈન્કાર કર્યો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તપાસ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે પીડિતાનું મોત કેવી રીતે થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ જ આગળ કાર્યવાહી થશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પીડિતાનો મૃતદેહ પરિવારને સોંપાશે. પીડિતાના મામાના જણાવ્યાં મુજબ મૃતદેહ મંગોલપુરી સ્થિત કરણ વિહાર લઈ જવાશે જ્યાં તેના અંતિમ સંસ્કાર કરાશે. 

10. ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો. આ કેસમાં સ્પેશિયલ કમિશનર શાલિની સિંહ વધારાની તપાસ કરશે. તેઓ તેનો પૂરેપૂરો રિપોર્ટ ગૃહ મંત્રાલયને આપશે. શાલિની સિંહ તપાસ કરશે કે તે સમયે રાતે કેટલા પીસીઆર કોલ થયા, પીસીઆર કોલ અને તેમાં રહેલા પોલીસકર્મીઓનો રિસ્પોન્સ ટાઈમ કેટલો હતો? તેઓ તપાસ કરશે કે 12-13 ક્મી સુધી યુવતીને કારથી ઢસડવામાં આવી તો શું દિલ્હીમાં કોઈની નજર તે અકસ્માત પર ન પડી. શાલિની તપાસ સાથે જોડાયેલા તમામ અધિકારીઓના નિવેદન પણ લેશે. તેઓ તપાસ હાથ ધરશે કે કોઈ પોલીસકર્મીએ તો બેદરકારી નથી દાખવી. તેઓ સંપૂર્ણ રિપોર્ટ ગૃહ મંત્રાલયને આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More