Home> India
Advertisement
Prev
Next

Delhi: સાસરીવાળા માટે જમાઈ બન્યો યમદૂત, ભયંકર ષડયંત્રને અંજામ આપી તડપાવી તડપાવીને મારી નાખ્યા

અંધવિશ્વાસના કરાણે પેદા થયેલી નારાજગી એક આખા પરિવારને કેવો તબાહ  કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું. દેશની રાજધાની દિલ્હીમાં ઘટેલી આ ઘટના દરેક જણને વિચારવા મજબૂર કરી દેશે. કેવી રીતે એક ખુશહાલ જીવન જીવી રહેલા હાઈ પ્રોફાઈલ પરિવાર એક હાઈ પ્રોફાઈલ ષડયંત્રનો શિકાર બન્યો....

Delhi: સાસરીવાળા માટે જમાઈ બન્યો યમદૂત, ભયંકર ષડયંત્રને અંજામ આપી તડપાવી તડપાવીને મારી નાખ્યા

નવી દિલ્હી: અંધવિશ્વાસના કરાણે પેદા થયેલી નારાજગી એક આખા પરિવારને કેવો તબાહ  કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું. દેશની રાજધાની દિલ્હીમાં ઘટેલી આ ઘટના દરેક જણને વિચારવા મજબૂર કરી દેશે. કેવી રીતે એક ખુશહાલ જીવન જીવી રહેલા હાઈ પ્રોફાઈલ પરિવાર એક હાઈ પ્રોફાઈલ ષડયંત્રનો શિકાર બન્યો....

fallbacks

સાસરીયાઓને તડપાવીને મારી નાખ્યા
દિલ્હીના ઈન્દ્રપુરી વિસ્તારમાં એક જમાઈ જેનું નામ વરુણ છે તેણે પોતાના સાસરીયાઓને માછલીમાં થેલીયમ નામનું ધીમું ઝેર આપી દીધુ. જેના કારણે તેના સાસું, અને સાળી તડપી તડપીને મૃત્યુ પામ્યા અને પત્ની 26 દિવસથી કોમામાં પડી છે. 

ક્યાંથી મળ્યો આ ધીમા ઝેરનો આઈડિયા? 
ચોંકાવનારી વાત એ છે કે દિલ્હીમાં રહેતા આ જમ જેવા જમાઈને ષડયંત્રની પ્રેરણા ઈરાકના તાનાશાહ સદ્દામ હુસૈન પાસેથી મળી. આ વારદાતનું કારણ જાણીને તમે ચોંકી જશો. પુર્નજન્મનો અંધવિશ્વાસ આ ઘટના માટે જવાબદાર ઠર્યું. હાલ આરોપી જમાઈ પોલીસના હથ્થે ચડી ગયો છે. પરંતુ મોટો સવાલ એ છે કે ધીમા ઝેરના કારણે હોસ્પિટલમાં જીવન અને મોતની જંગ લડી રહેલી વરુણની પત્ની દિવ્યા શર્માનો જીવ કેવી રીતે બચશે?
 
વરુણે ગૂગલ પર સર્ચ કર્યું,  'How To Kill Person With Slow Poison.' ત્યારબાદ વરુણને થેલીયમ નામના ધીમા ઝેર વિશે ખબર પડી. સદ્દામ હુસૈન પણ પોતાના વિરોધીઓને મારી નાખવા માટે થેલીયમનો ઉપયોગ કરતો હતો. વરુણે પોલીસને જણાવ્યું કે તેણે આ ઝેર 22 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. 

ઘટનાવાળા દિવસે શું થયું?
આરોપી વરુણ અરોરાએ 31 જાન્યુઆરીના રોજ સાસરીવાળાને ધીમું ઝેર આપ્યું. આ ધીમું ઝેર તેણે માછલીમાં ભેળવીને આપી દીધુ. થેલીયમ નામનું આ ઝેર માછલી દ્વારા સાસરીયાઓના શરીરમાં ગયું અને બધાની તબિયત બગડવાની શરૂ થઈ ગઈ. બધાના ઝડપથી વાળ ઉતરવા લાગ્યા. શરીર સુન્ન થઈ ગયું અને દિમાગ સમજવાની શક્તિ ગુમાવવા લાગ્યું. વરુણ ઉપર તમામ સાસરીયાને ખતમ કરવાનું જનૂન એ હદે સવાર હતું કે તેણે સાસુ-સસરા, પત્નીના માછલી ખાધા બાદ સાળી માટે ઘણીવાર રાહ જોઈ. ત્યરાબાદ પોતાની આંખ સામે તેને ઝેરી માછલી ખવડાવીને જ ઘરની બહાર નીકળ્યો. 

ધીમું ઝેર  ખાવાથી સાસુ અને સાળીના મોત
થેલીયમ નામના ધીમા ઝેરના કારણે વરુણની પત્ની દિવ્યા કોમામાં જતી રહી. ધીમું ઝેર ખાધાના 15 દિવસ બાદ દિવ્યાની નાની બહેન પ્રિયંકાનું 15 ફેબ્રુઆરીના રોજ મોત થયું અને 21 માર્ચના રોજ વરુણની સાસુ અનીતા શર્માનું મોત થયું. 

આરોપી સાસરીયાથી કેમ નારાજ હતો?
સવાલ એ છે કે વરુણે પત્ની સહિત તમામ સાસરીવાળાને ધીમું ઝેર આપીને કેમ મોતને ઘાટ ઉતારવા માટે ષડયંત્ર રચ્યું? તેની પાછળ કારણ છે વરુણ અને તેના પરિવારની અંધવિશ્વાસની કહાની. વરુણ અને દિવ્યાના IVF ટેક્નોલોજીથી 2  બાળકો થયા હતા. ત્યારબાદ કુદરતી રીતે દિવ્યા ગર્ભવતી થઈ. પરંતુ ડોક્ટરોએ કહ્યું કે જો તે બાળકને જન્મ આપશે તો તેને જીવનું જોખમ છે. 

અંધવિશ્વાસની હદ!
પરંતુ વરુણનો પરિવાર ઈચ્છતો હતો કે આ બાળકનો જન્મ થાય. કારણ કે તેની પાછળ એક અંધશ્રદ્ધા હતી કે આ બાળક દ્વારા જ વરુણના પિતાનો પુર્નજન્મ થવાનો છે. પરંતુ ત્રીજા બાળકને જન્મ આપવાથી જીવનો જોખમ જોતા દિવ્યાએ અબોર્શન કરાવી લીધુ. જેનાથી નારાજ થઈને વરુણે સાસરીના તમામ લોકોની હત્યા કરવાનો ઘાતક નિર્ણય લીધો. 

અત્રે જણાવવાનું કે વરુણ અરોરા પાસે પૈસાની કોઈ કમી નથી. તેને ફક્ત ભાડા તરીકે જ દર મહિને 4 લાખ રૂપિયા મળતા હતા. પરંતુ અંધ વિશ્વાસના કારણે ગુસ્સાનો જે જ્વાળામુખી ફૂટ્યો કે તેણે આખા પરિવારને બરબાદ કરી નાખ્યો. તેણે સાસરી ખતમ કરી નાખી અને પોતાના બે માસૂમ બાળકોના જીવનને પણ મુશ્કેલીમાં મૂકી દીધા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More