નવી દિલ્હીઃ દિલ્હીના કેન્ટ (Delhi Cantt) વિસ્તારના નાંગલ ગામ (Nangal Village) માં 9 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કર્યા બાદ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનો મામલો ઉગ્ર બની ગયો છે. બુધવારે સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે. આ પહેલા મંગળવારે પીડિત બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરવા અન્ય પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, જ્યાં સુધી બાળકીના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું તેની સાથે છું.
માહિતી છે કે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે. આ મામલામાં પોલીસે આરોપી પુજારી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
Delhi: Congress leader Rahul Gandhi speaks with the family of the minor girl who was allegedly raped and murdered in Old Nangal area recently. pic.twitter.com/GtVre60bkq
— ANI (@ANI) August 4, 2021
ભીમ આર્મીના ચંદ્રશેખરે પીડિત પરિવાર સાથે કરી મુલકાત
મંગળવારે ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ (Chandrashekhar Azad) અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્.ક્ષ અનિલ ચૌધરી પણ પીડિત પરિવારની મુલાકાત કરવા પહોંચ્યા હતા. પરંતુ બંને નેતાઓએ સ્થાનીક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનીક લોકોએ આ મામલાને રાજકીય બનાવવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે આ મામલામાં ચાર લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ Corona Cases: દેશમાં ફરી વધ્યા કોરોના કેસ, કેરલમાં કોરોનાની સ્થિતિ ચિંતાનો વિષય
બાળકીના પરિવાર માટે ન્યાયની માંગ
ચંદ્રશેખર આઝાદે કહ્યુ કે તે પીડિત પરિવારની દરેક સંભવ મદદ કરશે. તેમણે કહ્યું કે દેશની રાજધાનીમાં બાળકીઓ સુરક્ષિત નથી, તો દેશના અન્ય ભાગમાં શું સ્થિતિ હશે તે સમજી શકાય છે. દિલ્હીમાં મહિલા સુરક્ષાના નામ પર બસોમાં માર્શલ લગાવવામાં આવે છે, તો ઘરની બહાર પણ બાળકીઓ અસુરક્ષિત છે.
તેમણે કહ્યું કે દુષ્કર્મના મામલામાં એક નવુ ચલણ જોવા મળી રહ્યું છે કે, દુષ્કર્મના પૂરાવાનો નાશ કરવાના ઈરાદાથી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમણે પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે