Home> India
Advertisement
Prev
Next

Delhi-Mumbai Expressway: દેશના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું PM મોદી કરશે ઉદ્ધાટન, સુરત-વડોદરાવાસીઓને બસ 'ચાંદી જ ચાંદી'

Delhi-Mumbai Expressway: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ અનેક શહેરો વચ્ચેનું અંતર પણ ઘટી જશે. આ એક્સપ્રેસ વેના રસ્તામાં અનેક મોટા શહેરો આવે છે. જેમાં ગુજરાતના શહેરોને પણ ફાયદો થવાનો છે. આ પ્રોજેક્ટ માટે 5 રાજ્યો- દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 15 હજાર હેક્ટર જમીનનું સંપાદન કરાયું છે. તમારા કામની કેટલીક ખાસ વાતો જાણો. 

Delhi-Mumbai Expressway: દેશના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું PM મોદી કરશે ઉદ્ધાટન, સુરત-વડોદરાવાસીઓને બસ 'ચાંદી જ ચાંદી'

Delhi-Mumbai Expressway: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા પ્રોજેક્ટ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું 12મી ફેબ્રુઆરીએ ઉદ્ધાટન કરશે. લગભગ 1386 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે દિલ્હી અને મુંબઈને જોડશે અને મુસાફરનો સમય લગભગ 12 કલાક જેટલો ઘટાડી નાખશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ અનેક શહેરો વચ્ચેનું અંતર પણ ઘટી જશે. આ એક્સપ્રેસ વેના રસ્તામાં અનેક મોટા શહેરો આવે છે. જેમાં ગુજરાતના શહેરોને પણ ફાયદો થવાનો છે. પીએમ મોદી આ રૂટના સોહના દૌસા એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરી ચૂક્યા છે. જેનાથી હવે દિલ્હી અને જયપુર વચ્ચે મુસાફરીનો સમય 2 કલાક ઘટી ગયો છે. આ પ્રોજેક્ટ માટે 5 રાજ્યો- દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 15 હજાર હેક્ટર જમીનનું સંપાદન કરાયું છે. તમારા કામની કેટલીક ખાસ વાતો જાણો. 

fallbacks

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની ખાસ વાતો...

1. એક્સપ્રેસ વે પર મુસાફરોને સારા અનુભવ થાય તે માટે બનાવવામાં આવેલા રસ્તાના કિનારે 94 સાઈડ સીન અને સુવિધાઓ હશે. 

2. એક્સપ્રેસ વે પર 40થી વધુ પ્રમુખ ઈન્ટરચેન્જ હશે જે કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરતથી કનેક્ટિવિટીને સારી કરશે. 

3. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે 8 લેનનો એક્સેસ-નિયંત્રિત ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે હશે, જેને ભવિષ્યમાં 12 લેન સુધી આગળ વધારી શકાશે. 

વીડિયો પણ જુઓ...

4. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટના સોહના-દૌસા સ્ટ્રેચને મંગળવારે ટ્રાફિક માટે  ખુલ્લો મૂકાય તેની શક્યતા છે. 

5. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી અને મુંબઈ વચ્ચેના અંતરને 180 કિમી ઓછું કરી નાખશે. પહેલા આ અંતર 1424 કિલોમીટર હતું જે હવે આ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ 1242 કિલોમીટર રહી જશે. 

ગાત્રો થીજવી દે તેવી ઠંડી બાદ હવે ભીષણ ગરમીની આગાહી, આ 3 મહિના રહેશે ખુબ ભારે!

મોદી સરકારે આપી મહિલાઓને મોટી ભેટ, થશે આ જબરદસ્ત મોટો ફાયદો

ભારત બનશે સુપરપાવર!, J&K માંથી મળ્યો જબરદસ્ત ખજાનો,  દુનિયાની આંખો થઈ પહોળી

6. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ માટે 12 લાખ ટન સ્ટીલનો ઉપયોગ થશે જે 50 હાવડા બ્રિજ જેટલું છે. 

7. 2018માં પ્રોજેક્ટનું પ્રાથમિક બજેટ 98,000 કરોડ રૂપિયા હતું. જેને વધારીને 1 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી 10 કરોડ લોકોને રોજગારીની ભેટ મળશે. 

8. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે એશિયાનો પહેલો અને દુનિયાનો બીજો એક્સપ્રેસ વે છે જ્યાં વન્ય જીવો માટે ઓવરપાસની સુવિધા આપવામાં આવી છે. 

9. આ એક્સપ્રેસ વે પર Automated Traffic Management System કાર્યરત રહેશે. 

10. હાઈવે માટે 5 રાજ્યો- દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 15 હજાર હેક્ટર જમીનનું સંપાદન કરાયું છે. આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે પર 40થી વધુ ઈન્ટરચેન્જ હશે. જે આ રૂટના પ્રમુખ શહેરો કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા, સુરતને કનેક્ટિવિટી આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More