Home> India
Advertisement
Prev
Next

દિલ્હીમાં મોતનું તાંડવ: એક એક કરીને નીકળ્યા 27 મૃતદેહ, PM મોદીએ કરી સહાયની જાહેરાત

Delhi News Live: જાણવા મળી રહ્યું છે કે બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરાનું ગોદામ હતો. જ્યારે, અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આગની ગરમી ખૂબ જ વધુ હતી, જેના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી હતી.

દિલ્હીમાં મોતનું તાંડવ: એક એક કરીને નીકળ્યા 27 મૃતદેહ, PM મોદીએ કરી સહાયની જાહેરાત

નવી દિલ્હી: દિલ્હી માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. શુક્રવારે સાંજે 4.45ની આસપાસ દિલ્હીના મુંડકા વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. છેલ્લી મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 30 થી 40 લોકો ફસાયા હોવાની આશંકા હતી. પરંતુ તમામ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ફાયટરો ઘટના સ્થળે હાજર છે. આ સાથે મોડી રાત્રે ફરી એકવાર આગ ભભૂકી ઉઠી છે. જેના કારણે ગભરાટ ફેલાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ માળની સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.

fallbacks

મુંડકામાં જ્યાં આગ લાગી હતી તે ફેક્ટરીના માલિક વરુણ ગોયલ અને સતીશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે બેદરકારીથી મૃત્યુ અને ઇરાદાપૂર્વક હત્યા કરવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકો દાઝી જવાથી ઘાયલ થવાના અહેવાલ મળ્યા છે. ઘાયલોમાં સતીશ (38), પ્રદીપ (36), આશુ (22), સંધ્યા (22), ધનવતી (21), બિમલા (43), હરજીત (23), આયશા (24), નીતિન (24), મમતા (52), અવિનાશ (29), મેલ (અજ્ઞાત)નું નામ સામે આવ્યું છે.

આ દુર્ઘટનામાં અમુક મૃતદેહો સળગી ગયા છે જેણી ઓળખ કરવી મુશ્કેલ થઈ પડી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડીએનએ ટેસ્ટ બાદ અમુક મૃતકોની ઓળખ થઈ શકશે. જ્યારે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. બિલ્ડિંગમાં કામ કરનાર અનેક લોકો હજુ ગુમ છે, જેમણી શોધમાં તેમના પરિવારજનો હોસ્પિટલોમાં ભટકી રહ્યા છે.

બીજી તરફ દિલ્હીના ચીફ ફાયર ઓફિસર અતુલ ગર્ગે જણાવ્યું છે કે અમારે લોકોનો જીવ બચાવવાનો છે, અમે અહીં ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બિલ્ડિંગમાં સામાન હતો. તેમાં લોકો દબાઈ ગયા છે. અમે આગ ઓલવવા માટે 100 લોકો કોશિશ કરી રહ્યા છીએ. અમે ત્રણ માળની બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં રોકાયેલા છીએ. જણાવી દઈએ કે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ હાજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ 6 કલાકથી સળગી રહી છે. અહીં NDRF અને RRCની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

જાણવા મળી રહ્યું છે કે બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરાનું ગોદામ હતો. જ્યારે, અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આગની ગરમી ખૂબ જ વધુ હતી, જેના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી હતી.

Delhi Fire Photos: દિલ્હીમાં ભીષણ અગ્નિકાંડની તસવીરો: ત્રણ માળની બિલ્ડિંગ ખાખ, ઉંચી જ્વાળાઓ, 26 કર્મકમાટીભર્યા મૃતદેહ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો
મુંડકામાં થયેલા ભયાનક અગ્નિકાંડ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે હું દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે એક બિલ્ડિંગમાં લાગેલી ભયાનક આગની દુર્ઘટનાથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીમાં ભીષણ આગને કારણે લોકોના મોતથી હું ખૂબ જ દુખી છું. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.

દિલ્હીના મુંડકા પાસે આવેલી બિલ્ડીંગમાં ભીષણ આગ: 27નાં મોત, હજુ 30-40 લોકો ફસાયેલા

અમિત શાહે આ ઘટનાને દુઃખદ ગણાવી
ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું છે કે દિલ્હીના મુંડકામાં આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. હું સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. NDRF પણ કામે લાગેલું છે. અમારી પ્રાથમિકતા લોકોને બહાર કાઢવાની અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાની છે.

રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુંડકા ઘટના પર કહ્યું કે આગમાં લોકોના દર્દનાક મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.

મૃતકોના પરિવારજનોને બે-બે લાખની સહાયની જાહેરાત
PM મોદીએ મુંડકા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે, ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કાટમાળ નીચે વધુ લોકો દટાયેલા હોઈ શકે છે. પરંતુ તેમને જલ્દીથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More