નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં શહીદી પાર્ક સામે પ્રદર્શન કરવા આવેલા 60 લોકોને દિલ્હી પોલીસ (Delhi Police) એ કસ્ટડીમાં લીધા છે. આ તમામ લોકો લેફ્ટનો ઝંડો લઇને આઇટીઓ (ITO) પર પ્રદર્શન કરી રહ્યા હતા. હવે પોલીસે આ તમામ પ્રદર્શનકારીઓને બસ દ્રારા રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન લઇને જઇ રહી છે.
દિલ્હી-યૂપી ગાજીપુર બોર્ડર પર રેપિડ એક્શન ફોર્સ સહિત સુરક્ષાબળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ચક્કાજામના આહ્વાન વચ્ચે ગાજીપુર બોર્ડર પર સ્થિતિ શાંતિપૂર્ણ બની છે.
Delhi: Personnel of Security Forces including that of Rapid Action Force deployed at Ghazipur border (Delhi-Uttar Pradesh).
Around 50,000 personnel of Delhi Police, Paramilitary & Reserve Forces have been deployed in Delhi-NCR region, as per Delhi Police. pic.twitter.com/PBZleWSQOY
— ANI (@ANI) February 6, 2021
રાંચી-કલકત્તા રાષ્ટ્રીય રાજમાર્ગ પર પણ ખેડૂતોના ચક્કાજામની અસર જોવા મળી. રાંચી-કલકત્તા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગાડીઓની અવરજવર બંધ રહી. આ દરમિયાન રસ્તા પર સન્નાટો છવાયેલો રહ્યો હતો.
કૃષિ કાયદા વિરૂદ્ધ દેશભરમાં 12-3 વાગ્યા સુધી ચાલેલો ચક્કાજામ પુરો થઇ ગયો છે. ખેડૂત નેતાઓના ચક્કાજામ ખતમ કરવાની જાહેરાત કરી. આ દરમિયાન દેશના ઘણા ભાગોમાં ચક્કાજામની અસર જોવા મળી.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે