Home> India
Advertisement
Prev
Next

અફવાને કારણે દિલ્હીમાં અનેક જગ્યાએ તણાવ, પોલીસે કહ્યું- સ્થિતિ સામાન્ય


પોલીસે કહ્યું, મહેરબાની કરીને અફવા પર વિશ્વાસ ન કરો. પોલીસ સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરી રહી છે. અફવા ફેલાવનાર પર કાર્યવાહી કરવામાં આવશે.'
 

અફવાને કારણે દિલ્હીમાં અનેક જગ્યાએ તણાવ, પોલીસે કહ્યું- સ્થિતિ સામાન્ય

નવી દિલ્હીઃ દિલ્હીના ઘણા વિસ્તારમાં રવિવારની સાંજે સાત કલાક આસપાસ અફવા ફેલાતા તણાવ થઈ ગયો હતો. સ્થિતિ એવી થઈ કે દિલ્હી મેટ્રો (DMRC)એ તિલકનગર સહિત સાત મેટ્રો સ્ટેશન બંધ કરવા પડ્યાં હતા. પરંતુ એક કલાક બાદ તમામ સ્ટેશન ખોલી દેવામાં આવ્યા હતા. તો દિલ્હી પોલીસે ટ્વીટ કરીને લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી ચે. દિલ્હી પોલીસે કહ્યું કે, સ્થિતિ સામાન્ય છે. કોઈ હિંસાના સમાચાર નથી. સોશિયલ મીડિયા પર જે લોકો અફવા ફેલાવી રહ્યાં છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. 

fallbacks

સૌથી પહેલા 7.53 કલાક પર જ્યારે દિલ્હી મેટ્રોએ તિલક નગર મેટ્રો સ્ટેશન બંધ કરવાની જાણકારી આપી તો તે સ્પષ્ટ નહતું કે શા કારણે આમ કરવામાં આવ્યું છે? DMRCએ બસ એટલી જાણકારી આપી કે સુરક્ષાને કારણે તિલક નગરની એન્ટ્રી અને એક્ઝિટ ગેટને બંધ કરવામાં આવ્યા છે. 

આ વચ્ચે 8.17 મિનિટ પર સાઉથ ડીસીપીએ પણ એક ટ્વીટ કર્યું, તેમણે લખ્યું- અફવા સૌથી મોટો દુશ્મન છે. એક અફવા ફેલાઇ રહી છે કે પશ્ચિમી દિલ્હીના ખ્યાલા-રઘુબીર નગરમાં તણાવ ફેલાઇ ગયો છે. પરંતુ તે સત્ય નથી. બધા લોકોને વિનંતી છે કે શાંત રહો, માહોલ શાંત છે. 

જ્યાં સુધી લોકોને આ વાત સમજાય, દિલ્હી મેટ્રોએ વધુ છ મેટ્રો સ્ટેશન- નાંગલોઈ, સુરજલમ, સ્ટેડિયમ, બદરપુર, તુગલકાબાદ, ઉત્તરમનગર પશ્ચિમ અને નવાદા સ્ટેશન બંધ કરવામાં આવ્યા. આ વિશે DMRCએ 8.22 મિનિટ પર વધુ એક ટ્વીટ કર્યું હતું. 

પરંતુ થોડીવાર બાદ 8.40 મિનિટ પર DMRCએ વધુ એક ટ્વીટ કર્યું. તેમણે જણાવ્યું કે, તમામ મેટ્રો સ્ટેશન ફરી ખોલી દેવામાં આવ્યા છે. 

બાદમાં દિલ્હી પોલીસના પ્રવક્તા એમએસ રંધાવાએ તણાવને લઈને પોતાનું સ્પષ્ટીકરણ જારી કર્યું હતું. તેમણે કહ્યું, 'અમને પશ્ચિમી દિલ્હી, દક્ષિણ પૂર્વી દિલ્હી, મદનપુર ખાદર, રાજૌરી ગાર્ડન, હરી નગર અને ખ્યાલાથી કેટલાક ડરાવતા સમાચાર મલ્યા છે. મહેરબાની કરીને તેના પર વિશ્વાસ ન કરો. પોલીસ સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરી રહી છે. અફવા ફેલાવનાર પર કાર્યવાહી કરવામાં આવશે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More