Home> India
Advertisement
Prev
Next

સર્જિકલ સ્ટ્રાઇક કરનાર મોદી કે શાહીન બાગના સમર્થક? તમારે કરવાનો છે નિર્ણયઃ અમિત શાહ

છતરપુરના સંજય કોલોનીમાં ભાજની ચૂંટણી સભાને સંબોધિત કરતા શાહે કહ્યું, 'પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થિઓનો આ દેશ પર એટલો અધિકાર છે જેટલો તેના બીજા નાગરિકોને છે.'

 સર્જિકલ સ્ટ્રાઇક કરનાર મોદી કે શાહીન બાગના સમર્થક? તમારે કરવાનો છે નિર્ણયઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીને શાહીન બાગ અને ભારત માચાના પુત્રોની ચૂંટણી ગણાવ્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે હવે સર્જિકલ સ્ટ્રાઇક સાથે જોડી છે. શાહે કહ્યું કે, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇકથી આતંકવાદીઓને મારનાર નરેન્દ્ર મોદી અને શાહીન બાગના પ્રદર્શનને સમર્થ કરનાર વચ્ચેનો મુકાબલો છે. ભાજપના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, દેશની અંદર હવે તુષ્ટિકરણની રાજનીતિ ચાલવાની નથી, જે દેશના વિકાસ અને સુરક્ષાની ખાતરી આપશે, જનતા તેનો સાથ આવશે. ખાતરીનું બીજું નામ છે નરેન્દ્ર મોદી. 

fallbacks

છતરપુરના સંજય કોલોનીમાં ભાજની ચૂંટણી સભાને સંબોધિત કરતા શાહે કહ્યું, 'પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થિઓનો આ દેશ પર એટલો અધિકાર છે જેટલો તેના બીજા નાગરિકોને છે.'

શાહે કહ્યું, 'દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બે શક્તિઓ આમને-સામને છે. એક તરફ વડાપ્રધાન મોદી છે, જેમણે પાકિસ્તાનમાં એર અને સર્જિકલ સ્ટ્રાઇકથી આતંકવાદીઓને પૂરા કર્યાં બીજી તરફ શાહીન બાગને સમર્થન કરનારા લોકો છે. નિર્ણય તમારે કરવાનો છે કોને ચૂંટવા છે.' ગૃહપ્રધાને કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ ભારતને આપેલો એક મત દિલ્હી અને દેશની સુરક્ષા નક્કી કરશે. 

દક્ષિણી દિલ્હી સ્થિત શાહીન બાગ આ દિવસોમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શનું કેન્દ્ર બનેલું છે. મધ્ય ડિસેમ્બરથી અહીં મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શન કરી રહી છે. ભાજપ સતત તેને મુદ્દો બનાવી રહ્યું છે. 

આપ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પર વાર કરતા અમિત શાહે કહ્યું, 'સિસોદિયા કહે છે કે તે શાહીન બાગ સાથે છે. હું કહુ છું કે હું સંજય કોલોની સાથે છું. પાકિસ્તાનથી આગીને સંજય કોલોનીમાં વસેલા દલિતોને હું કહેવા ઈચ્છું છું કે આ દેશ પર તમારો એટલો અધિકાર છે જેટલો મારા અને મારા પુત્રનો છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More