Home> India
Advertisement
Prev
Next

નિર્ભયાના બળાત્કારીની દલીલઃ પ્રદૂષિત હવાથી જ મોત નજીક આવી રહ્યું છે તો ફાંસી શા માટે?

નિર્ભયા(Nirbhaya) ગેંગરેપ(Gangrape) અને હત્યાના(Murder) કેસમાં તિહાડ જેલમાં ફાંસીની સજા કાપી રહેલા અક્ષય કુમાર સિંહે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અન્ય ત્રણ દોષિતોની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટ પહેલા જ ફગાવી ચુકી છે. 

નિર્ભયાના બળાત્કારીની દલીલઃ પ્રદૂષિત હવાથી જ મોત નજીક આવી રહ્યું છે તો ફાંસી શા માટે?

નવી દિલ્હીઃ નિર્ભયા(Nirbhaya)  સામુહિક બળાત્કાર(Gang Rape) અને હત્યાકાંડના(Murder) દોષિત અક્ષયકુમાર તરફથી સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીમાં (Review Plea) વિચિત્ર દલીલો રજુ કરવામાં આવી છે. અરજીમાં કહેવાયું છે કે, દિલ્હીમાં વાયુ પ્રદુષણ (Air Pollution) ખતરનાક સ્તરે છે. દિલ્હી ગેસ ચેમ્બર બની ચુકી છે, અહીંનું પાણી ઝેરી થઈ ચુક્યું છે અને આવી સ્થિતિમાં ઉંમર પહેલાથી જ ઘટતી જઈ રહી છે ત્યારે ફાંસીની ક્યાં જરૂર છે. 

fallbacks

આટલું જ નહીં અક્ષય કુમાર તરફથી દાખલ પુનર્વિચાર અરજીમાં વેદ પુરાણ(Ved Puran) અને ઉપનિષદમાં(Upnishad) લોકોની એક હજાર વર્ષની આયુનો ઉલ્લેખ કરાયો છે. અરજીમાં કહ્યું છે કે, આ ધાર્મિક ગ્રંથો અનુસાર સતયુગમાં લોકો હજારો વર્ષ સુધી જીવતા હતા. ત્રેતા યુગમાં પણ એક-એક માનવી હજાર વર્ષ સુધી જીવતો હતો, પરંતુ હવે કળયુગમાં માનવીની ઉંમર 50 વર્ષ સુધી મર્યાદિત રહી ગઈ છે તો પછી ફાંસીની સજા આપવાની જરૂર નથી. 

ઉન્નાવ રેપ કેસઃ MLA કુલદીપ સેંગર અંગે 16 ડિસેમ્બરે તીસ હજારી કોર્ટ આપશે ચૂકાદો

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં તિહાડ જેલમાં ફાંસીની સજા કાપી રહેલા અક્ષય કુમાર સિંહે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અન્ય ત્રણ દોષિતોની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટ પહેલા જ ફગાવી ચુકી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે ચારેય દોષિતોને ફાંસીની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, નિર્ભયા સામુહિક બળાત્કાર અને હત્યાની ઘટના 18 ડિસેમ્બર, 2012માં થઈ હતી. 

તિહાડ જેલમાં ફાંસીની તૈયારીઓ
નિર્ભયા કેસના દોષિતોને ફાંસીની સજા આપવા માટે તિહાડ જેલમાં તૈયારીઓ શરૂ કરાઈ છે. નિર્ભાય કેસના એક દોષિત પવન મંડોલી, જે અન્ય જેલમાં બંધ હતો તેને પણ તિહાડ જેલમાં શિફ્ટ કરી દેવાયો છે. હવે રાષ્ટ્રપતિ જેવા દયા અરજી ફગાવી દેવાનો આદેશ આપશે કે તેના 14 દિવસ પછી તેમને ફાંસીએ લટકાવી દેવાશે. 

અમદાવાદમાં રફ્તારનો કહેર: 20 દિવસમાં અકસ્માતમાં ત્રીજા વ્યક્તિએ જીવ ગુમાવ્યો... વીડિયો....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More