Home> India
Advertisement
Prev
Next

Delhi COVID-19 Cases: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1422 નવા કેસ, એક્ટિવ કેસ છ હજાર નજીક પહોંચ્યા

Delhi COVID-19 Cases: રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 26647 ટેસ્ટ કરવામાં આવ્યા અને 1438 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ 5939 એક્ટિવ કેસ છે. 

Delhi COVID-19 Cases: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1422 નવા કેસ, એક્ટિવ કેસ છ હજાર નજીક પહોંચ્યા

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના નવા 1 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1422 નવા કેસ સામે આવ્યા છે. પરંતુ રાહતની વાત છે કે એકપણ વ્યક્તિનું નિધન થયુ નથી. સંક્રમણ દરની વાત કરીએ તો દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 5.34 ટકા પહોંચી ચુક્યો છે. 

fallbacks

એક્ટિવ કેસ છ હજાર નજીક
દિલ્હીમાં કોરોના સંક્રમણના નવા કેસ વધવાની સાથે એક્ટિવ કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 26647 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો 1438 દર્દી સાજા થયા છે. દિલ્હીમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 5939 કેસ છે અને કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને 1896 પહોંચી ગઈ છે. દિલ્હીમાં ચોથી લહેરની આશંકા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ પાર્ટી સાથે નારાજગી વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરશે નવજોત સિંહ સિદ્ધુ

છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયેલા કેસ
દિલ્હી સરકારે આપેલી માહિતી અનુસાર નવા કેસની સાથે રાજધાનીમાં કુલ કેસની સંખ્યા વધીને 18,94,254 થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધી 26179 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં શનિવારે 1407 કેસ સામે આવ્યા હતા. તો શુક્રવારે 1656 નવા કેસ સામે આવ્યા હતા. 

દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસને જોતા ફરી માસ્ક ન પહેરનાર લોકો પાસે દંડ વસૂલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે થોડા સમય પહેલાં કેસ ઓછા થતાં આ દંડ ગટાવી લેવામાં આવ્યો હતો. હવે કોઈ માસ્ક વગર જોવા મળશે તો 500 રૂપિયા વસૂલ કરવામાં આવશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More