નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં તમામ વિદ્યાર્થી માટે સ્કૂલ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. દિલ્હી સરકારે શુક્રવારે સર્કુલર જાહેર કરી આ વાતની જાણકારી આપી. સરકારે અનલોક-4 (Unlock-4) ને ધ્યાનમાં રાખતાં શુક્રવારે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના વધતા જતા કેસને જોતાં 20 સપ્ટેમ્બર પહેલાં કોઇપણ વિદ્યાર્થીને સ્કૂલ બોલાવવામાં આવશે નહી. સાથે જ ધોરણ 9-12ના વિદ્યાર્થી માતા-પિતાની પરવાનગી બાદ અથવા સ્વેચ્છાએ 21 સપ્ટેમ્બરથી સ્કૂલ જઇ શકે છે.
દિલ્હી સરકારે કહ્યું કે '21 સપ્ટેમ્બરના રોજ કન્ટેનમેન્ટ ઝોન બહાર રહેનાર ધોરણ 9-12ના વિદ્યાર્થી માતા-પિતા/વાલીઓની લેખિત સહમતિ સાથે સ્કૂલ જઇ શકે છે. તેના માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે. જેનું પાલન સ્કૂલો દ્વારા કરવામાં આવશે.
સરકારે એ પણ નિર્દેશ આપ્યા છે કે રાજધાનીમાં ઓનલાઇન અથવા ડિસ્ટેન્સ લર્નિંગની અનુમતિ જાહેર કરશે.
All schools to continue to remain closed till September 30. Students of classes 9 to 12 may be permitted to visit their schools, in areas outside containment zones only, on a voluntary basis, for taking guidance from their teachers: Delhi Government pic.twitter.com/ZvaEFnE9ax
— ANI (@ANI) September 4, 2020
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (HRD) એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પરિપત્ર જાહેર કરી માતા-પિતા પાસે તેમની અપેક્ષાઓ વિશે પૂછવામાં આવ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે