Home> India
Advertisement
Prev
Next

Weather latest update: આખરે Delhi-NCR પહોંચ્યું ચોમાસુ, આજે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દિલ્હી-એનસીઆરમાં આખરે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દિલ્હી અને હરિયાણાના ગુરુગ્રામમાં વરસાદે એન્ટ્રી કરી લીધી છે. મંગળવારની સવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદ વરસ્યો જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. લોકો ખુબ જ ઉકળાટ અને ગરમી અનુભવી રહ્યા હતા જેમાંથી હવે તેમને રાહત મળી છે. 

Weather latest update: આખરે Delhi-NCR પહોંચ્યું ચોમાસુ, આજે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં આખરે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દિલ્હી અને હરિયાણાના ગુરુગ્રામમાં વરસાદે એન્ટ્રી કરી લીધી છે. મંગળવારની સવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદ વરસ્યો જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. લોકો ખુબ જ ઉકળાટ અને ગરમી અનુભવી રહ્યા હતા જેમાંથી હવે તેમને રાહત મળી છે. 

fallbacks

દિલ્હીમાં આજે સવારે 7 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી વરસાદ પડ્યો જેણે આખી  દિલ્હીને તરબતોળ કરી નાખી. અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા. આ દરમિયાન સફદરજંગમાં 2.5એમએમ, આયાનગરમાં 1.3 એમએમ, પાલમમાં 2.4 એમએમ, રિઝ વિસ્તારમાં 1.0 એમએમ અને લોધી રોડ વિસ્તારમાં 1.94 એમએમ વરસાદ પડ્યો. 

ભારે વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી  ભરાયા અને ટ્રાફિક જામ થયો. મથુરા રોડ પર પાણી ભરાવવાથી ટ્રાફિક જામ થયો. જ્યારે સરિતા વિહાર, દિલ્હી કેન્ટ, સેન્ટ્રલ દિલ્હી સહિત અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ભારે વરસાદના કારણે દિલ્હીમાં એનએચ-9 ઉપર પણ ટ્રાફિક જામ થયો. 

દિલ્હીમાં સૌથી વ્યસ્ત રહેતા રસ્તામાંથી એક એમ્સ ફ્લાયઓવરની નીચે પાણી ભરાવવાથી લોકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વાદળા છવાયા હતા. આ અગાઉ સોમવારે દક્ષિણી પશ્ચિમી મોનસૂન રાજસ્થાનના જેસલમેર અને ગંગાનગર સુધી પહોંચ્યું અને દિલ્હી તથા હરિયાણાના વિસ્તારોને હાથતાળી આપી ગયું હતું.  પરંતુ દિલ્હી અને ગુરુગ્રામમાં થયેલા વરસાદે ગરમીમાં ઘટાડો કર્યો છે. ગુરુગ્રામમાં થયેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

આ વિસ્તારોમાં થશે વરસાદ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દક્ષિણ-પશ્ચિમી દિલ્હી, દક્ષિણી દિલ્હી (ઝફરપુર, દ્વારકા, પાલમ, આયાનગર, ડેરામંડી), એનસીઆર (ગુરુગ્રામ, માનેસર, બલ્લભગઢ), હરિયાણા (રોહતક, મહમ, ઝજ્જર, ફરુખનગર, નૂંહ, સોહાના, પલવલ), યુપીના કાસગંજ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 

આ રાજ્યોમાં અલર્ટ
આજે મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી છે. હવામાન ખાતાએ વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ હિસ્સામાં રેડ, યલો અને ઓરેન્જ અલર્ટ જાહેર કરેલી છે. રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર માટે હવામાન ખાતાએ ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. ગુજરાત, કર્ણાટકના કેટલાક હિસ્સા અને અસમ માટે પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરેલી છે. 

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અને ઉત્તર પ્રદેશ માટે યલો અલર્ટ જાહેર છે. મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઝારખંડ, કેરળ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો માટે પણ યલો અલર્ટ છે. કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્ર માટે હવામાન વિભાગની રેડ અલર્ટ છે. 

દિલ્હીમાં ચોમાસાની મોડી એન્ટ્રીથી હવામાન ખાતું પણ ચોંકી ગયું
હવામાન ખાતાએ મંગળવાર સવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. આ અગાઉ હવામાન ખાતું જુલાઈના મધ્ય સુધીમાં પણ ચોમાસું દિલ્હી ન પહોંચવાથી ચોંક્યું હતું. વિભાગે કહ્યું કે મોનસૂનના આકલનના ગણિતીય મોડલનું ફેલ થવું અસામાન્ય અને દુર્લભ છે. એટલે કે આવું જવલ્લે જ જોવા મળતું હોય છે. 

જો કે ભારતીય હવામાન ખાતાના વરિષ્ઠ વૈજ્ઞાનિક કે જેનામણિએ કહ્યું કે દિલ્હીમાં મોનસૂન પહોંચવાની સ્થિતિ ખુબ જ અનુકૂળ બની રહી છે. પરંતુ રાજધાનીમાં મોનસૂનના આગમન પહેલાની અનેક ભવિષ્યવાણી ખોટી ઠરતા હવામાન ખાતું હવે નવી તારીખોથી બચી રહ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પૂર્વાનુમાન 100 ટકા સાચા હોઈ શકે નહીં અને હવામાન વિભાગ સ્થિતિઓની નિગરાણી કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More