નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) મહામારી બાદ ફૂડ ડિલિવરીની ડિમાન્ડ ખુબ વધી ગઈ છે. મોબાઈલ ડિવાઈસ પર બસ ક્લિક કરીને ઘરે બેઠા મનગમતા ફૂડને ઓર્ડર કરી શકાય છે. જો કે ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરવાની જે સુવિધા મળે છે તેમાં કેટલીક ખામીઓ પણ છે.
ડિલિવરી બોયની હરકત
અનેકવાર એવું જોવા મળ્યું છે કે ડિલિવરી બોય ઓર્ડર કરેલા તૈયાર ભોજન કે જે ગ્રાહકો સુધી પહોંચાડવાનું હોય છે, તેમાંથી ફૂડ કાઢી લે છે. હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે એક ડિલિવરી બોય ગ્રાહકનું ખાવાનું ચોરી કરતો કેમેરામાં કેદ થયો. તે રસ્તાના કિનારે બેસીને હાથેથી થોડું ખાવાનું કાઢ્યું અને ખાઈ ગયો. ત્યારબાદ ફરી પાછું હતું એવું પેક કરી દીધુ જેથી કોઈને ખબર ન પડે.
જુઓ Video
ડિલિવરી પહેલા કાઢ્યું ખાવાનું
વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે ડિલિવરી બોય રસ્તાના કિનારે બેઠો હતો. તેની બાજુમાં બાઈક ઊભી હતી. એક એક કરીને તે ખાવાનાના પેકેટ ખોલે છે અને પોતાના માટે થોડું કાઢી લઈ પોતાના ટિફિન બોક્સમાં નાખે છે. ડિલિવરી બોયે ગ્રાહકના ઓર્ડર કરેલા ફૂડમાંથી નૂડલ્સ, તળેલા સ્નેક્સ, અને થોડા પ્રમાણમાં સૂપ લઈ લીધો. જ્યારે તેણે ખાવાનું ખાઈ લીધુ ત્યારપછી તેણે સ્ટેપલરની મદદથી બેગ ફરીથી સિલ કરી દીધી. વીડિયો ગાર્ડન સ્ટેટ મિક્સ દ્વારા યુટ્યુબ પર શેર કરાયો છે. આ વીડિયો 185k થી વધુ વાર જોવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે