ઝારખંડના દેવઘરમાં મંગળવારે મોટી દુર્ઘટના ઘટી. જ્યાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. આ અકસ્માતમાં 18 કાંવડિયાઓના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. આ અકસ્માત ગોડ્ડા-દેવઘર મુખ્ય માર્ગ પર મોહનપુર પોલીસ મથક હદના જમુનિયા વળાંક પાસે થયો.
ઘટના મંગળવારે વહેલી સવારે લગભગ 5.30 વાગ્યાની છે. જાણકારી મળતા જ મોહનપુર પોલીસ મથક પ્રભારી પ્રિયરંજન સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત તથા બચાવકાર્ય શરૂ કર્યું. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા મોહનપુર સીએચસી મોકલવામાં આવ્યા.
#UPDATE | BJP MP Nishikant Dubey tweets, "In my Lok Sabha constituency of Deoghar, during the Kanwar Yatra in the month of Shravan, 18 devotees lost their lives due to a bus and truck accident..." https://t.co/6xOpAIETd3 pic.twitter.com/0yorpEbash
— ANI (@ANI) July 29, 2025
સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસમાત એટલો ભીષણ હતો કે બસના ફૂરચા ઉડી ગયા. અકસ્માત પર સ્થાનિક ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ પણ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે મારા લોકસભાના દેવઘરમાં શ્રાવણ માસમાં કાંવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક દુર્ઘટનાગ્રસ્ત થતા 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બાબા બૈદ્યનાથ તેમના પરિજનોને દુખ સહન કરવાની શક્તિ આપે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે