દેવરિયા: પૂર્વ સાસંદ અતીક અહમદ પર રિયલ એસ્ટેટના ઉદ્યોગપતિને બહારથી ઉઠાવી જેલમાં માર માર્યો અને રંગદારીના આરોપ પછી યૂપી સરકાર હરકતમાં આવી છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવતા પૂર્વ સાંસદને દેવરિયાથી બરેલી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
વધુમાં વાંચો: કોની સાથે કરવું છે ગઠબંધન, તે અખિલેશ અને માયાવતી કરશે નક્કી: રામગોપાલ યાદવ
પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા અતીક અહમદ દેવરિયા જેલમાં છે. તેમના પર આરોપ છે કે તેમણે જેલમાં એક રિયલ એસ્ટેટના ઉદ્યોગપતિને બોલાવી મર માર્યો હતો. આ મામલે એફઆઇઆર દાખલ થયા બાદ જ્યારે દેવરિયા જેલ પર સવાલ ઉઠવા લાગ્યા તો ઉતાવળમાં રવિવાર મોડી રાત્રે જિલ્લા પ્રશાસને જેલમાં મોટા પ્રમાણમાં દરોડા પાડ્યા હતા.
દેવરિયાના ડીએમ અમિત કિશોર અને એસપી એન કોલાંચીના નેતૃત્વમાં લગભગ 200થી વધારે સુરક્ષાકર્મિઓએ જેલમાં દરોડા પાડ્યા. દરોડાની કાર્યવાહી બે કલાકથી વધારે સમય સુધી ચાલી હતી.
શું છે મામલો
હકીકતમાં, લખનઉના નિવાસી રિયલ એસ્ટેટના ઉદ્યોગપતી મોહિત જયસવાલે અતીક અહમદ પર ખોટી રીતે ફર્મ પોતાના નામે કરવવા અને દેવરિયા જેલમાં બોલાવી માર માર્યાનો આરોપ લાગવ્યો છે. આરોપ છે કે અતીક જેલથી જ પોતાની દાદાગીરી ચલાવી રહ્યો છે.
વધુમાં વાંચો: નવા વર્ષ પર મોદી સરકારે આપી ગિફિટ, જાણો કેટલો સસ્તો થયો LPG સિલેન્ડર
સીસીટીવી ફૂટેજ ગાયબ
દેવરિયાના ડીએમ અમિત કિશોરે જણાવ્યું કે જેલમાં જે સીસીટીવી કેમેરા લગાવેલા છે. તેના રેકોર્ડિંગમાં છેડછાડ કરવામાં આવી છે. કેટલાક સમયનું રેકોર્ડિંગ પણ ગાયબ છે. જેની તપાસ માટે જિલ્લા પ્રશાસનની તરફથી ત્રણ સભ્યની ટીમની રચના કરવામાં આવી છે. જે સોમવાર સાંજ સુધીમાં આ મામલા પર રિપોર્ટ આપશે.
વધુમાં વાંચો: નવા વર્ષના પહેલા સામાન્ય માણસને રાહત, 69 રૂપિયાથી નીચે જશે પેટ્રોલનો ભાવ
દરોડા દરમિયાન જિલ્લા હોસ્પિટલના સિએમએસના નેતૃત્વમાં 6 ડોક્ટરોની ટીમ પણ હાજર હતી. જેમાં પૂર્વ સાંસદ અતીક અહમદના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સામે આવ્યું કે અતીક અહમદ સંપૂર્ણ રીતે ફિટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે