Home> India
Advertisement
Prev
Next

Maharashtra: અજિત પવારે પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા, કહ્યું- 'હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા માંગુ છું જેથી...'

Maharashtra NCP Political Crisis: મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા બાદ એનસીપી નેતા અજીત પવારે પોતાની તે ઈચ્છાનો ખુલાસો કર્યો જેના વિશે અત્યાર સુધી માત્ર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. 

Maharashtra: અજિત પવારે પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા, કહ્યું- 'હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા માંગુ છું જેથી...'

મુંબઈઃ Maharashtra News: મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા બાદ આખરે ડેપ્યુટી સીએમ અજીત પવારે (Ajit Pawar)પોતાની રાજકીય મહત્વકાંક્ષાનો ખુલાસો કરી દીધો છે. અજીત પવારે કહ્યુ કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે જેથી જનતાના કલ્યાણ માટે પોતાની પાસે જે યોજનાઓ છે તેને લાગૂ કરી શકે. અજીત પવારે આ દરમિયાન કાકા શરદ પવાર (Sharad Pawar)નો પણ ઉલ્લેખ કર્યો છે. અજીત પવારે કહ્યુ કે શરદ પવાર અમારા માટે દેવતા છે, અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ. 

fallbacks

મહારાષ્ટ્રમાં NDA સરકારનો હિસ્સો બનેલા અજિત પવારે 2014માં ભાજપની જીતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો હતો. અજિત પવારે કહ્યું કે નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે જ 2014માં ભાજપ સત્તામાં આવી હતી.

અજિત પવારે ઉપનગરીય બાંદ્રામાં તેમના જૂથ દ્વારા બોલાવેલી બેઠકમાં આ વાત કહી. અજિત પવારે કહ્યું કે 2004ની વિધાનસભા ચૂંટણીમાં NCP પાસે કોંગ્રેસ કરતા વધુ ધારાસભ્યો હતા, જો તે સમયે અમે કોંગ્રેસને મુખ્યમંત્રી પદ ન આપ્યું હોત તો આજ સુધી મહારાષ્ટ્રમાં માત્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જ મુખ્યમંત્રી હોત. અજrત પવાર જૂથના નેતા છગન ભુજબળે દાવો કર્યો હતો કે તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.

શરદ પવારને દેવતા ગણાવ્યા અને કટાક્ષ પણ કર્યો
એક તરફ અજીત પવારે પોતાના કાકા શરદ પવારને દેવતા ગણાવ્યા તો બીજી તરક્ષ કટાક્ષ પણ કર્યો છે. તેમણે ભાજવનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ત્યાં 75 વર્ષમાં નેતા નિવૃત્ત થઈ જાય છે. અનિલે પોતાના કાકાની ઉંમર અને રાજકીય સક્રિયતા પર કટાક્ષ કર્યો છે. 

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી ગડકરીની પેટ્રોલ પર મોટી જાહેરાત, કિંમત 15 રૂપિયે પ્રતિ લીટર થશે

અજીત પવારે કહ્યુ- તમે મને બધાની સામે ખલનાયકના રૂપમાં દેખાડ્યો. મારા મનમાં હજુ તેમના (શરદ પવાર) માટે સન્માન છે. તમે મને જણાવો, IAS અધિકારી 60 વર્ષની ઉંમરમાં નિવૃત્ત થઈ જાય છે... રાજનીતિમાં પણ ભાજપા નેતા 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું ઉદાહરણ જોઈ શકો છો. તેણે નવી પેઢીને આગળ આવવાની તક આપી છે. તમે (શરદ પવાર) અમને તમારા આશીર્વાદ આપો. પરંતુ તમે 83 વર્ષના છો, શું તમે અટકવાના નથી? અમને તમારા આશીર્વાદ આપો અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી ઉંમર લાંબી થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More